ડૉ. હેડગેવારે કોંગ્રેસ સાથે મતભેદ જરૂર હતો પરંતુ મનભેદ નહી: ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે, મારો ઉદ્દેશ્ય તમને સંતુષ્ટ કરવાનો નહી પરંતુ તમારા પ્રશ્નોનાં જવાબ મારા જ્ઞાન અનુસાર આપવાનો છે
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આરએસએસને સમજવા માટે તેના સંસ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવરને સમજવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે, ડોક્ટર હેડગેવારે ડોક્ટરીનો અભ્યાસ કર્યા બાદ પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું. આ સાથે જ તેઓ કોંગ્રેસ સાથે જોડાઇ ગયા અને ઝડપથી વિદર્શ પ્રદેશનાં મહત્વનાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં તેમનું નામ સમાવિષ્ટ થયું. નાગપુરમાં કોંગ્રેસનાં કાર્યક્રમો હેઠળ લોકોને આઝાદીનાં આંદોલન સાથે જોડવા માટે તેમણે જે ભાષણ આપ્યા, તેના માટે તેમના પર કોર્ટમાં કેસ પણ ચાલ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન ભવનમાં હાલ આરએસએસ દ્વારા ભવિષ્યનું ભારત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રષ્ટિકોણ નામથી આયોજીત વ્યાખ્યાન શ્રૃંખલાના પહેલા દિવસે આ વાત કરી.
મોહન ભાગવતે જણાવ્યું કે, ડોક્ટર હેડગેવારે જજને કહ્યું કે, કયા કાયદા હેઠળ અંગ્રેજોને ભારત પર રાજ કરવાનો અધિકાર મળે છે. તેવો કાયદો બતાવો. એવો કોઇ જ કાયદો નથી. એટલા માટે હું અંગ્રેજ શાસનને નથી સ્વિકારતો. જો આ રાજદ્રોહ છે તો પછી અંગ્રેજોનું શાસન શું છે ? આ અંગે જજે તેમને એક વર્ષની સજા ફટકારતા કહ્યું કે, જે ભાષણનાં બચાવમાં તેમણે પોતાનું ભાષણ આપ્યું, તે વધારે ભડકાઉ છે. જેલમાંથી છુટ્યા બાદ તેમનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું કે અને એક કાર્યક્રમનાં અધ્યક્ષ તો મોતીલાલ નહેરૂ પોતે હતા.
મતભેદ હતા મનભેદ નહી
મોહન ભાગવતે કહ્યું કે, ડોક્ટર હેડગેવાર માનતા હતા કે જો કોઇ વિચારધારા અલગ હોય પરંતુ તે પ્રમાણીહ યોક, દેશનાં કલ્યાણની ભાવનાથી કામ કરતો હોય તો તેનો કોઇ વિરોધ ન થવો જોઇએ. તમામ વિચારધારાના લોકો તેમનાં સારા મિત્ર હતા. નાગરુપનાં બેરિસ્ટર રુઇકર કમ્યુનિસ્ટ હતા. પરંતુ હેડગેવારનાં સારા મિત્ર હતા. હેડગેવાર તેમને મજાકમાં કહેતા પણ હતા કે યુ આર એ રિચ લિબરલ એન્ડ આઇએમ એ પુઅર કેપિટલિસ્ટ. આ કાર્યક્રમમાં ફિલ્મ જગતની ઘણી હસ્તિઓનો સમાવેશ થાય છે, જેમાં મનીષા કોઇરાલા, રવિ કિશન, અન્નુ કપુર અને ગજેન્દ્ર ચૌહાણનો સમાવેશ થાય છે.
મોહન ભાગવતે પોતાનાં ભાષણની શરૂઆતમાં કહ્યું કે, મારો ઉદ્દેશ્ય તમને સંતુષ્ટ કરવાનો નથી પરંતુ તમારા પ્રશ્નોનાં ઉત્તર મારી માહિતી અનુસાર આપવાનો છે. ગત્ત ઘણા વર્ષોમાં આરએસએસની તરફથી દિલ્હીમાં આ પ્રકારનું આ સૌથી મોટુ આયોજન છે. અહીં સમાજનાં અલગ અલગ તબક્કામાં અસર ધરાવતા લોકોની વચ્ચે મહત્વનાં મુદ્દાઓ પર મોહન ભાગવત પોતાનાં વિચાર મુકી રહ્યા છે. આ વ્યાખ્યાન 18 અને 19 સપ્ટેમ્બરે પણ સાંજે પાંચ વાગ્યાથી હશે. મોહન ભાગવત અંતિમ દિવસે લોકોનાં સવાલોનાં જવાબ આપશે. આ પ્રકારે સંઘનો સંપુર્ણ પ્રયાસ છે કે તેઓ સમાજનાં તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડે.