હરિદ્વાર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુક મોહન ભાગવતે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ પણ અયોધ્યામાં રામ મંદિરનો ખુલીને વિરોધ નથી કરી શકતા કારણ કે તેઓ દેશની બહુમતી વસ્તીનાં ઇષ્ટદેવ છે. ભાગવતે સોમવારે અહીં પતંજલી યોગપીઠ સંઘના એક કાર્યક્રમને સંબોધિત કરતા રામ મંદિર નિર્માણ પ્રત્યે સંઘ અને ભાજપની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. સાથે જ તેમ પણ કહ્યું કે, કેટલાક કાર્યોને કરવામાં સમય લાગે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગવતે કહ્યું કે, કેટલાક કામ કરવામાં સમય લાગે છે અને કેટલાક કામ ઝડપથી થાય છે પછી કેટલાક કામ થઇ જ નથી શકતા કારણ કે સરકારમાં અનુસાસનમાં જ રહેલી કાર્ય કરવું પડે છે. સરકારની પોતાની સીમાઓ હોય છે. સંઘ પ્રમુખે કહ્યું કે, સાધુ અને સંતો એવી સીમાઓથી પર છે અને તેમને ધર્મ, દેશ અને સમાજનાં ઉત્થાન માટે કામ કરવું જોઇએ. 

અહીં સાધુ સ્વાધ્યાય સંગમને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે, વિપક્ષી પાર્ટી પણ અયોદ્યામાં રામ મંદિરનો ખુલીને વિરોધ નથી કરી શકતી કારણ કે તેને જાણવા મળ્યું છે કે તેઓ (ભગવાન રામ) બહુમતી ભારતીયોનાં ઇષ્ટ દેવ છે. 

સરકારની સીમાઓ હોય છે.
જો કે તેમણે કહ્યું કે, સરકારની સીમાઓ હોય છે. દેશમાં સારુ કામ કરનારા લોકોને ખુરશી પર રહેવું પડશે. આ પ્રસંગે પોતાના સંબોધનમાં યોગગુરૂ સ્વામી રામદેવે કહ્યું કે, જ્યાં મંત્રી અને અમીર લોગો ઘણીવાર નિષ્ફળ થઇ જાય છે ત્યાં સાધુ સફળ થાય છે. તેમણે કહ્યું કે, દેશનાં વઝીર અને અમીર સાધુ સંતોની ઉપેક્ષા કરી રહ્યા છે. તેમને આ વજીરો અને અમીરો પાસે કોઇ આશા નથીજે કામ વઝીર અને અમીર નથી કરી શકતા તે કામ સાધુ સંત કરવા માટે સક્ષમ છે.