નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. એકાદશી એક મહિનામાં બે વાર આવે છે, જેનું વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એકાદશીનું શુભ મહૂર્ત 15 મે એટલે કે આજે છે. ઘાર્મિક માન્યતાઓ અનુસાર, મોહિની એકાદશી પર વ્રત કરવાથી મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતે LTTE પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યોઃ ગૃહ મંત્રાલય


મોહિની એકાદશીનું શુભ મહૂર્ત
મોહિની એકાદશી 14 મે 2019ની બપોર 12 વાગ્યે 59 મિનિટથી શરૂ થઇ ગયું છે. 15 મે 2019ની સવારે 10 વાગ્યે 30 મિનિટ પર એકાદશીનું શુભ મહૂર્ત સમાપ્ત થઇ જશે. મોહિની એકાદશીનું વ્રત રાખનાર ભક્ત 16 મેના દ્વાદશી સમાપ્ત થવાનો સમય સવારે 5 વાગ્યે 34 મિનિટથી લઇને 8 વાગ્યે 15 મિનિટનું શુભ મહૂર્ત પર વ્રતનું પારણ કરશે.


વધુમાં વાંચો: ભારત પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સૈનિક રમતોત્સવની કરશે યજમાની, જેસલમેરમાં જામશે જંગ


મોહિની એકાદશીની વ્રત કથા
મોહિની એકાદશીનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે. કથા અનુસાર, સમુદ્ર મંથન પછી અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવતાઓને બધું અમૃત પીવડાવી દીધું. અને દેવતા અમર થઈ ગયા. આ ઘટનાક્રમ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદીશ તિથિ એ થયો એટલા માટે મોહિની એકાદશી કહેવામાં આવે છે.


વધુમાં વાંચો: અમિત શાહના રોડ શોમાં હિંસા, BJPએ EC પાસે કરી માગણી, 'મમતા બેનર્જીને પ્રચાર કરતા રોકવામાં આવે'


પૂજા દરમિયાન આ વાતનું રાખો ધ્યાન
પંડિતોના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા, ઉપવાસ અને રાત્રિ જાગરણ કરે છે. તેને વર્ષોની તપસ્યાનું ફળ મળે છે. એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે સાત્વિક ભોજન કરવું. મનમાં ભોગ-વિલાસ લાલસા ન રાખવી. એકાદશીના દિવસે સૂર્ય ઉગે તે પહેલા સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું.


વધુમાં વાંચો: દેશ 'ફેમિલી ફર્સ્ટ'ને નહીં, 'ઈન્ડિયા ફર્સ્ટ'ને ચૂંટી રહ્યો છે : PM મોદી


એકાદશીની સવારે તુલસીને જળ અર્પણ અને સાંજે તુલસી પાસે ગાયને શુદ્ધ ઘીનો દીવો કરવો જોઇએ. સાથે સાથે તુલસી પરિક્રમાં કરવી. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઇનો ભોગ લગાવવો. તે દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરી તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. જો કે, તમે ઇચ્છો તો દૂધમાં કેસર મીક્ષ કરી ભગવાન વિષ્ણનો અભિષેક કરી શકો છો. કોઇ મંદરીમાં જઇને અનાજ (ઘઉં, ચોખા વગેરે)નું દાન કરો. ભગવાન વિષ્ણુને પીતાંબરાધારી પણ કહેવાય છે. એટલા માટે એકાદશી પર તેમને પીળા વસ્ત્ર અર્પિત કરવા જોઇએ. ભવાન વિષ્ણુને તુલસીની માળા ચઢાવો.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...