મહિલાઓના શરીરના અંગો પર આવેલા તલ હોય છે ખાસ, આપે છે શુભ સંકેત
Women lucky mole: સમુદ્રશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના શરીર પર તલ વિશેષ મહત્વ રાખે છે. શરીરના કેટલાક ભાગ પર તલ ધનવાન હોવાનો પણ સંકેત આપે છે.
નવી દિલ્હીઃ માનવ શરીર પર જન્મની સાથે કેટલાક તલ હોય છે. કેટલાક લોકો આ તલને પસંદ કરે છે તો કેટલાકને તે ગમતા નથી. તલ સામાન્ય રીતે એક નાનો ભરો કે કાળા કલરનો દાગ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર તલ વ્યક્તિના ચરિત્ર, ભવિષ્ય, ભાગ્ય કે દુર્ભાગ્ય વિશે ઘણું જણાવે છે. આજે અમે તમને મહિલાઓના શરીર પર રહેલા તલ વિશે માહિતી આપીશું.
મહિલાઓના માથા પર તલ
માથા પર તલ સમૃદ્ધિનું પ્રતીક છે. આ તલ વચ્ચે હોય તો તે જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. તલ માથાની ડાબી તરફ હોય તો તે દુર્ભાગ્યનું પ્રતીક છે, જ્યારે જમણી તરફ તલ તમને પ્રસિદ્ધિ અને સફળતા અપાવે છે.
ભમર વચ્ચે તલ
જે મહિલાઓને ભમર વચ્ચે તલ હોય તો તે ખુબ ભાગ્યશાળી હોય છે. તેની પાસે દરેક કામને સારી રીતે કરવાની આવળત હોય છે. આ મહિલાઓ બુદ્ધિશાળી હોય છે. જો ડાબી કે જમણી ભમર પર તલ હોય તો તે મહિલાઓ ધનવાન હોય છે.
કાન પર તલ
કાન પર તલ સારો સંકેત છે. જે મહિલાઓને કાન પર તલ હશે તે ખુબ ભાગ્યશાળી, બુદ્ધિમાન અને નિર્ણય લેવામાં ઝડપી હોય છે. જો બંને કાન પર તલ છે તો તે મહિલાઓ બીજાને સરળતાથી પ્રભાવિત કરી શકે છે. ડાબા કાનનો તલ સારા લગ્નનો સંકેત આપે છે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ પુત્રીને આપી મોટી જવાબદારી, હવે આ કંપનીની કમાન સંભાળશે ઈશા
ગાલ પર તલ
ગાલ પર તલ તે દર્શાવે છે કે મહિલાના ઘણા મિત્રો હશે. તમારા મિત્ર અને પરિવાર તમારી આસપાસ સુરક્ષિત અનુભવ કરે છે. ડાબા ગાલ પર તલ દર્શાવે છે કે તમે અંતર્મુખી છો અને મિત્રનો એક નાનો સમૂહ રાખવાનું પસંદ કરો છો.
હોઠ પર તલ
ઉપરના હોઠ પર તલનો મતલબ છે કે મહિલા ખુબ આકર્ષક અને પ્રભાવશાળી છે. જો તમારા ઉપરના હોઠના કોઈ ખુણામાં તલ છે તો તમે ખાવાના શોખીન છો. જો તમારા નીચલા હોઠમાં તલ હોય તો તમે થિએટર અને અભિનયમાં રસ ધરાવો છો.
ગરદન પર તલ
જે મહિલાઓને ગરદન પર તલ હોય તો તે ધૈર્યવાન હોય છે અને જીવનમાં ખુબ મહેનત કરી શકે છે. તેણે એવો જીવન સાથી પસંદ કરવો જોઈએ જે તેનાથી વધુ મજબૂત પણ વિનમ્ર હોય.
ખભા પર તલ
ખભા પર તલ તમારા શાહી જીવનનો સંકેત આપે છે. તમે ખુબ વિનમ્ર હશો અને તમારી પાસે હાજર સંસાધનોથી ઘણા લોકોની સેવા કરશો. તેણે એવો જીવન સાથી પસંદ કરવો જોઈએ જે જોવામાં ખુબ સારો હોય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube