નવી દિલ્હીઃ એન્ટીવાયરલ ડ્રગ્સ મોલનુપિરાવિરના ઉપયોગને લઈને નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન  (NTAGI) ના ચેરમેન ડોક્ટર એન.કે. અરોડાએ કહ્યુ કે મોલનુપિરાવિર ડ્રગ દર્દીઓને હોસ્પિટલાઇઝેશન અને આઈસીયૂમાં દાખલ થવાથી બચાવે છે. પરંતુ આ સાથે તેમણે ચેતવણી આપતા કહ્યું કે, આ દવા વૃદ્ધોને આપવી જોઈએ, યુવાન લોકો એટલે કે પ્રજનની ઉંમરવાળા લોકોને ન આપવી જોઈએ. તેમમે કહ્યું કે, આ દવા તે વૃદ્ધોને આપવી જોઈએ, જે પહેલાથી ગંભીર બીમારીઓથી પીડિત છે. પરંતુ સાથે ચેતવણી આપી કે મોલનુપિરાવિરનો કારણ વગર ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. 


મહત્વનું છે કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ એન્ટી વાયરલ ડ્રગને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી અને હેલ્થ નિષ્ણાંતનો દાવો છે કે આ દવા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર પણ અસરકારક છે. કોરોનાની દવા કહેવાતી મોલનુપિરાવિરને તાવ-શર્દીના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી. આ વેક્સીન નહીં, પરંતુ ઓરલ ડ્રગ છે, જેને ખાવી પડે છે. તેને ફાર્મા કંપની મર્ક અને રિજબૈકે બનાવી છે, આ દવાનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube