Monkeypox In India : દિલ્હીમાં પ્રથમ મંકીપોલેસનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર દિલ્હી નિવાસી 31 વર્ષીય વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો છે. તે વ્યક્તિ હાલ દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં ભરતી છે. બે દિવસ પહેલાં તાવ અને ચકામા શરીર પર થતાં ભરતી કરવામાં આવ્યો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ ગત થોડા દિવસો અગાઉ હિમાચલ પ્રદેશ ફરીને આવ્યો છે. જોકે તેની કોઇ વિદેશ યાત્રાની હિસ્ટ્રી સામે આવી નથી. ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ સામે આવી ગયા છે. તેમાંથી ત્રણ કેરલમાં છે. તમને જણાવી દઇએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે 70થી વધુ દેશોમાં મંકીપોક્સનો પ્રસાર એક વૈશ્વિક આપાત સ્થિતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે તેના સેમ્પલ ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) પૂણે મોકલવામાં આવ્યા હતા, જે પોઝીટિવ મળી આવ્યા. ડબ્લ્યૂએચઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2022 થી 22 જૂન સુધી કુલ 3413 મંકીપોક્સના કેસને પુષ્ટિ થઇ છે અને આ કેસ 50 દેશોમાં સામે આવ્યા છે. ડબ્લ્યૂએચઓને મંકીપોક્સથી એક મોતની સૂચના મળી છે. તેમાંથી મોટાભાગના કેસ યૂરોપીય ક્ષેત્ર અને અમેરિકાથી સામે આવ્યા છે.

PIB Fact Check: શું મોદી સરકારે શરૂ કરી 'એક પરિવાર એક નોકરી યોજના'? જાણો વાયરલ મેસેજની સચ્ચાઇ


ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જી હા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સનો રોગચાળો વકરતાં ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. તો કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે માટે WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે.


ભારતમાં છેલ્લા 8 દિવસમાં મંકીપોક્સના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ ત્રણેય કેસ કેરળમાં નોંધાયા છે. ભારત માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે કોરોના વાયરસ પણ કેરળમાંથી ભારતમાં પ્રવેશ્યો હતો અને મંકીપોક્સના 3 કેસ પણ કેરળમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં દુનિયાના 80 દેશોમાં 16 હજાર 886 થી વધારે કેસ મંકીપોક્સના નોંધાયા છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે મંકીપોક્સ નામનો રોગ બાળકોને ઝપટમાં લઈ રહ્યો છે. એકબીજાના સંપર્કમાં આવવાથી મંકીપોક્સનું સંક્રમણ વધારે ફેલાય છે અને દુનિયાને હવે કોરોના મહામારી પછી મંકીપોક્સથી ડરવું પડે તેવી સ્થિતિ તરફ આગળ વધી રહી છે આ બીમારી.

સેક્સ રેકેટનો પર્દાફાશ, 500થી વધુ કોન્ડોમ, 400 બોટલ દારૂ, 73 લોકોની ધરપકડ


દુનિયાના 60 થી વધુ દેશોમાં મંકીપોક્સ વાયરસ ફેલાઈ ચુક્યો છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ બીમારીને લઇને મોટી જાહેરાત કરી છે. WHO એ કહ્યું કે મંકીપોક્સનું જોખમ વૈશ્વિક સ્તર પર જોવા મળ્યું છે. યુરોપીયન દેશોમાં આ ઘાતક વાયરસનું જોખમ સૌથી વધારે છે. હાલના સમયને જોતા તે કહેવું ખોટું નથી કે આગામી સમયમાં ઇન્ટરનેશનલ પ્રસારનું એક સ્પષ્ટ જોખમ છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં હસ્તક્ષેપનું જોખમ હાલ ઓછું છે. તમામ જોખમોને જોતા WHO એ મંકીપોક્સને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.


WHO ના મહાનિર્દેશક ટેડ્રોસ એધાનમ ઘેબ્રેયસસે શનિવારે જણાવ્યું હતું કે, ઝડપથી ફેલાતો મંકીપોક્સનો પ્રકોપ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક આરોગ્ય કટોકટીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ સ્તરની ચેતવણી છે. ટ્રેડ઼ોસે કહ્યું કે, હવે મંકીપોક્સ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની જરૂરિયાત છે. આ સાથે રસી અને આ સારવારની વહેંચણીમાં સહકાર આપવા માટે ભંડોળ અને વૈશ્વિક પ્રયાસોની જરૂર છે.


જીનીવામાં એક મીડિયા બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી છે. ટેડ્રોસે પુષ્ટિ કરી કે સમિતિ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 60 થી વધુ દેશ મંકીપોક્સના 16,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને આફ્રિકામાં આ બીમારીના કારણે 5 લોકોના મોત પણ થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube