નવી દિલ્હીઃ ભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મોકલવામાં આવેલી 4 એક્સપર્ટની ટીમ કેરલનો પ્રવાસ કરી રહી છે, જ્યાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. સરકારે ફરી ગાઇડલાઇન જાહેર કરી છે, આ તે ગાઇડલાઇન છે જે 31 મેએ જાહેર કરવામાં આવી હતી. કેરલમાં 35 વર્ષના એક વ્યક્તિમાં રાજ્ય સરકારે મંકીપોક્સની પુષ્ટિ કરી છે, આ વ્યક્તિ હાલમાં વિદેશ યાત્રાથી પરત ફર્યો હતો. નવી ગાઇડલાઇન પ્રમાણે મંકીપોક્સ કેસમાં જીનોમ સિક્વેન્સિંગ કે આરપીસીઆર ટેસ્ટ જ કન્ફર્મ માનવામાં આવશે. ભારતમાં મંકીપોક્સની તપાસ માટે 15 લેબ તૈયાર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે જાહેર કરી હતી ગાઇડલાઇન
મંકીપોક્સનો કોઈપણ શંકાસ્પદ કેસ મળવા પર સેમ્પલને તપાસ માટે પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં મોકલવાનો પણ નિર્દેશ છે. હવે આ બીમારી તેવા દેશોમાં પણ ફેલાય રહી છે જ્યાં તે પહેલાથી નહોતી. તેથી સરકારે પહેલા જ દિશા નિર્દેશ જાહેર કરી દીધા, જેથી તેના પ્રસારને રોકી શકાય. ગાઇડલાઇન પ્રમાણે મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિની દેખરેખ કરવામાં આવશે અને દર્દીને 21 દિવસ માટે આઇસોલેશનમાં રખાશે. સંક્રમણના સોર્સની જલદીથી જલદી ઓળખ કરવા માટે એક સર્વેલાન્સ રણનીતિનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ઘણા દેશોમાં મંકીપોક્સ ફેલાયા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને ખતરાની શ્રેણીને નિમ્નથી હટાવી મધ્યમ કરી દીધો છે. 


આ પણ વાંચોઃ હવે ભાજપે દેખાડ્યો પાક પત્રકારની સાથે હામિદ અંસારીનો ફોટો, પૂર્વ રાષ્ટ્રપતિએ પણ આપ્યો જવાબ  


કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકાર પણ પોતાના તરફથી તૈયારી કરી રહી છે. એક હાઈ લેવલ બેઠક બાદ કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે પાંચ જિલ્લા- તિરૂવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, અલપ્પુઝા અને કોટ્ટયમમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે આ જિલ્લાના લોકોએ સંક્રમિત વ્યક્તિની સાથે શારજાહ-તિરૂવનંતપુર્મ ઈન્ડિગો ઉડાનમાં યાત્રા કરી હતી, જે અહીં 12 જુલાઈએ પહોંચી હતી. મંત્રીએ કહ્યું કે વિમાનમાં 164 યાત્રી અને ઉડાન દળના 6 સભ્યો હાજર હતા. 


કેરલ સરકારે કરી તૈયારી
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આ તમામ જિલ્લામાં ક્વોરેન્ટીન સેન્ટર બનાવવામાં આવશે અને સંક્રમિત વ્યક્તિની બાજુની સીટ પર બેઠનાર 11 લોકો હાઈ રિસ્કવાળા લિસ્ટમાં છે. આ સિવાય દર્દીના માતા-પિતા, એક ઓટો ચાલક, એક ટેક્સી ચાલક અને એક ખાનગી હોસ્પિટલના સ્કિન ડોક્ટર પણ આ રિસ્ક લિસ્ટમાં છે. મંત્રીએ કહ્યું કે સ્વાસ્થ્યકર્મીએ તે લોકોનો સંપર્ક કર્યો છે જેના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાની શંકા છે અને જો તેને તાવ કે અન્ય કોઈ લક્ષણ જોવા મળે તો તેની કોવિડ સહિત અન્ય તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મંકીપોક્સના લક્ષણ દેખાવા પર પણ તપાસ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ બાળકો 7 વાગે શાળાએ જઈ શકે તો કોર્ટ 9 વાગે કેમ શરૂ ન થઈ શકે?-SC ના જજનો સવાલ


આ વાયરસના કેસ તે દેશમાં પણ સામે આવી રહ્યાં છે, જે કોઈ રીતે આફ્રિકા સાથે જોડાયેલા નથી. જ્યાં આ વાયરસે મહામારીનું રૂપ લઈ લીધુ છે. મેમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો અને અત્યાર સુધી ઘણા દેશોમાં ફેલાય ચુક્યો છે. તે પણ ચિંતા વધી રહી છે કે જો આ વાયરસ જંગલી જાનવરોમાં ફેલાયો તો તેને રોકવો મુશ્કેલ થઈ જશે. 


વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે આ વાયરસ નબળી ઇમ્યુનિટી સિસ્ટમવાળાને ઝપેટમાં લે છે તો તે જલદી બીમાર પડે છે અને જોખમ વધી જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે મંકીપોક્સના અચાનક કેસ સામે આવવાથી લાગે છે કે આ સંક્રમણ વ્યક્તિ દ્વારા ફેલાય છે. હકીકતમાં મંકીપોક્સના લક્ષણો સામે આવવામાં 15 દિવસ જેટલો સમય લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube