Monsoon 2024: ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે ચોમાસાની વાતો પણ શરૂ થઈ ગઈ છે. ચોમાસાને લઈને Skymet એ મોટી જાણકારી આપી છે. સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જોરદાર વરસાદ થઈ શકે છે. પરંતુ ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. ધીમી શરૂઆતની સાથે ધીમે-ધીમે ચોમાસું જોર પકડશે. Skymet પ્રમાણે અલ-નીનો ઝડપથી લા-નીનોમાં ફેરવાઈ જશે. તેવામાં જૂનમાં 95 ટકા, જુલાઈમાં 105 ટકા વરસાદની સંભાવના છે. તો ઓગસ્ટમાં 98 ટકા, સપ્ટેમ્બરમાં 110 ટકા વરસાદનું અનુમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન-સપ્ટેમ્બરમાં વરસાદનું અનુમાન
વધુ વરસાદ 10%
સામાન્ય 45%
વધુ 20%
15% ઓછું
શુષ્ક 10


શું છે અલ નીનો અને લાલ નીના?
જે રીતે સમુદ્રની સપાટીના તાપમાનમાં નાના ફેરફારથી વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે, તે રીતે અલ નીનો અને લા નીનાની ઘટનાઓ દુનિયાભરમાં હવામાનના મિજાજમાં ફેરફાર થઈ શકે છે. અલ નીનો દરમિયાન સપાટીનું તાપમાન સામાન્યથી વધુ ગરમ થાય છે. તો લા નીના દરમિયાન તે સામાન્યથી વધુ ઠંડુ હોય છે.


વરસાદ પર શું છે IMD નું અનુમાન?
વરસાદને લઈને હવામાન વિભાગના અનુમાનની વાત કરીએ તો એપ્રિલ 2024 દરમિયાન દેશમાં એવરેજ વર્ષા સામાન્ય  LPA ના 88-112% થવાની સંભાવના છે. ઉત્તર પ્રશ્ચિમ ભારતના મોટા ભાગ અને મધ્ય ભારતના ઘણા વિસ્તાર, ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે. પૂર્વી અને પશ્ચિમી કિનારા, પૂર્વી અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તાર અને પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે.