નવી દિલ્હીઃ દેશમાં એકબાજુ ભીષણ ગરમીથી લોકો બેહાલ બની ગયા છે.... તો અસમ અને ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ શરૂ કરી  દીધી છે.... મૂશળધાર વરસાદના કારણે અસમના ગુવાહાટીમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે... તો ગુજરાતના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રસ્તાઓ પાણી- પાણી થઈ ગયા... ત્યારે દેશમાં કેવું જોવા મળ્યું મેઘરાજાનું સ્વરૂપ?... જોઈશું આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલાં વાત અસમની કરીશું... અહીંયા રાજધાની ગુવાહાટીમાં મૂશળધાર વરસાદ વરસ્યો... જેના કારણે રસ્તાઓ પાણી ભરેલા તળાવમાં ફેરવાઈ ગયા.... તો અનેક નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન બની ગયા.... પરિણામે વાહનચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો....


ગુજરાતના દ્વારકાના ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો... અહીંયા સાડા સાત ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયા....  તો નાના-મોટા જળાશયોમાં નવા નીરની આવક થઈ.....


રાજકોટના ખીજડીયા ગામમાં એક વૃદ્ધ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા... જોકે સદનસીબે સ્થાનિકોએ વૃદ્ધને બચાવી લીધા.....


અમરેલી જિલ્લાના બાબરા,કુકાવાવ અને લીલીયામાં સારો વરસાદ વરસ્યો... જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ... તો અનેક ખેતરો પણ જળમગ્ન બની ગયા....


હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે... ત્યારે આશા રાખીએ કે મેઘરાજા મન મૂકીને વરસે અને લોકોને પાણીથી તરબોળ કરી મૂકે...