મુંબઈ: મહારાષ્ટ્ર પાટનગર મુંબઈમાં વર્ષારાણીએ પધરામણી કરી છે. અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જો કે સવારથી શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી  ભરાયા છે. મુંબઈના બાંદ્રા, ચેમ્બુર, સાયન જેવા વિસ્તારો પાણીમાં ડૂબાડૂબ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ મધ્ય પ્રદેશ અને બિહારના અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ અનેક રાજ્યોમાં યલો અલર્ટ જાહેર કરી છે અને કહ્યું છે કે 11 જૂન સુધીમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં, તેલંગણા અને આંધ્ર પ્રદેશ પહોંચી જશે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 13 જૂન સુધીમાં ચોમાસુ શરૂ થાય તેવી સંભાવના છે. 


ભારે વરસાદના પગલે મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આ એ જ વિસ્તાર છે જ્યાં દર વર્ષે ખુબ પાણી ભરાય છે. કિંગ સર્કલ વિસ્તાર મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં આવે છે. જ્યાં ચોમાસામાં ખુબ પાણી ભરાઈ જવાની સંભાવના રહે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube