દિલ્હીમાં સામાન્ય કરતાં 12 દિવસ પહેલાં આવશે મોનસૂન, આ તારીખે કરશે એન્ટ્રી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે મોનસૂન (Monsoon arrival at Delhi) સામાન્ય તારીખ કરતાં 12 દિવસ પહેલાં એટલે કે 15 જૂનના રોજ દસ્તક આપી શકે છે. આ જાણકારી હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આપી છે.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે મોનસૂન (Monsoon arrival at Delhi) સામાન્ય તારીખ કરતાં 12 દિવસ પહેલાં એટલે કે 15 જૂનના રોજ દસ્તક આપી શકે છે. આ જાણકારી હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે આપી છે. IMD ના ક્ષેત્રીય પૂર્વાનુમાન કેંદ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પહેલાં વર્ષ 2008 માં પણ મોનસૂન 15 જૂનના રોજ દિલ્હી પહોંચ્યું હતું. તેમણે કહ્યું કે 'મોનસૂનના સમય પહેલાં આવવાની અનુકૂળ પરિસ્થિતિઓ બની છે. એટલા માટે આ વખતે મોનસૂન 15 જૂનના રોજ દિલ્હી પહોંચી શકે છે.
દક્ષિણ પશ્વિમી મોનસૂનને લઇને મોટા સમાચાર
IMD એ જણાવ્યું કે ઉત્તર પશ્વિમ પર બંગાળની ખાડી પર ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. તેના આગામી ત્રણથી ચાર દિવસમાં ઓડિશા (Odisha), ઝારખંડ (Jharkhand) અને ઉત્તર છત્તીસગઢ તરફ આગળ વધવાની સંભાવના છે. IMD એ કહ્યું કે 'અનુકૂળ મોસમની પરિસ્થિતિઓના લીધે દક્ષિણ પશ્વિમી મોનસૂનના આગામી 5 થી 6 દિવસ દરમિયાન દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ ક્ષેત્રને છોડીને આખા દેશમાં છવાઇ જવાની આશા છે.
આ તથ્યોની સ્ટડીથી લગાવી શકાય છે પૂર્વાનુમાન
IMD ના અધિકારીએ કહ્યું કે કોઇ વિસ્તારમાં મોનસૂન આવવાની જાહેરાત કરવા માટે ઉપરછલ્લા ત્રણ તથ્યો પર વિચાર કરવામાં આવે છે જેમાં પહેલો વિસ્તૃત ક્ષેત્રમાં વરસાદ, બીજો આગામી 3-4 દિવસમાં વરસાદની સંભાવના અને ત્રીજો, પૂર્વી હવાઓ. આ તમામનો ગહન અભ્યાસ કર્યા બાદ એવા પૂર્વાનુમાન લગાવવામાં આવે છે.
ખાનગી હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઇમેટ વેધરના મહેશ પલાવતના અનુસાર વર્ષ 2013 માં મોનસૂન 16 જૂન સુધી દેશના તમામ ભાગ સુધી પહોંચી જશે. ગત વર્ષે 29 જૂન સુધી દેશમાં મોનસૂન પહોંચી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube