નવી દિલ્હીઃ તેલુગુ દેશમ પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી શરૂ થયેલા ચોમાસુ સત્ર લોકસભામાં થયેલા કામની દ્રષ્ટિએ સારૂ રહ્યું. વર્ષ 2000 બાદ આ વખતે સોમાસુ સત્રમાં સૌથી વધુ કામ  થયું. શુક્રવારે સમાપ્ત થયેલા આ સત્રમાં ઘર ખરીદનારા લોકોને સશક્ત કરનારું સંશોધન બિલ પણ પાસ થયું. આ સંશોધન 6 જૂને લાવેલા અધ્યાદેશનું સ્થાન લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંકડા પ્રમાણે આ સત્રમાં 20 બિલ રજૂ થયા જેમાંથી 18 પાસ થયા. લોકસભામાં નક્કી કરેલા સમયથી 10 ટકા વધુ કામ થયું અને રાજ્યસભામાં 66 ટકા કામ થયું. લોકસભામાં 50 ટકા તો રાજ્યસભામાં 48 ટકા સમય કાયદા નિર્માણના કામ માટે આપવામાં આવ્યો. આ વર્તમાન સરકારમાં આપવામાં આવેલો સૌથી વધુ સમય છે. પછાત વર્ષ માટે રાષ્ટ્રીય આયોગની રચનાને બંધારણીય બનાવવી અને એસસી/એસટી કાયદા હેઠળ તુરંત ધરપકડને કાયદો બનાવવો સત્તાધારી પક્ષ માટે સૌથી વધુ ફાયદો થઈ શકે છે. 


આ સત્રમાં આશરે 26 ટકા બિલ સંસદીય સમિતિઓને મોકલવામાં આવ્યા. 15મી લોકસભામાં આ આંકડો 71 ટકા હતો. 8 કલાકના સમયની બરબાદીને પૂરી કરવા માટે લોકસભામાં 20 કલાક વધુ કાર્યવાહી ચાલી. આ સરકારમાં આ સત્ર પ્રશ્નકાળ પ્રમાણે પણ સારૂ રહ્યું. પ્રશ્નકાળના સમયમાં લોકસભામાં 84 ટકા તો રાજ્યસભામાં 68 ટકા કામ થયું. તેમાં 999 ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા. 


16મી લોકસભામાં અત્યાર સુધી સૌથી વધુ બિલ કાયદો તથા ન્યાય મંત્રાલય અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવ્યા છે. 15મી લોકસભામાં નાણા મંત્રાલયે સૌથી વધુ બિલ રજૂ કર્યા હતા. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું, મેં ઘણીવાર ગૃહને ચલાવવા પર ભાર આપ્યો, કારણ કે આ વિશ્વસનીયતા બનાવવા માટે જરૂરી છે. આ સત્ર બીજા સત્ર પ્રમાણે સારૂ રહ્યું. રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, બજેટ સત્ર કરતા આ સત્રમાં 3 ગણું વધુ કામ થયું છે.