નવી દિલ્હી : મોનસુન સત્રના આખરી દિવસ શુક્રવારે પ્રાઇવેટ મેંબર કામકાજનો દિવસ હતો અને આ જ કડીમાં સપા સાંસદ વિશ્વમ્ભર પ્રસાદ નિષાદની તરફથી લવાયેલા સમગ્ર દેશમાં અનમાત વ્યવસ્થા લાગુ કરવા સાથે જોડાયેલ એક પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ લાવવામાં આવ્યા. રસપ્રદ વાત એ રહી કે આ પ્રસ્તાવ પર નવનિર્વાચિત ઉપસભાપતિ હરિવંશે વોટિંગ કરાવી દીધું, જેમાં સદનની અંદર સરકારને નીચા જોણું થયું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટિંગના આ પ્રસ્તાવ અંગે 98 સભ્યોએ વોટ કર્યું જેમાં સમર્થનમાં 32 વધારે વિરોધમાં 66 મત પડ્યા હતા. પ્રસ્તાવ પડી ભાંગ્યો પરંતુ સદનાં સરકારની વિરુદ્ધ વિપક્ષી દળોએ દલિત વિરોધી હોવાની નારેબાજી કરી. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પ્રાઇવેટ મેંબર પ્રસ્તાવ પર વોટિંગ નહોતી કરાવી, પરંતુ નવા ઉપસભાપતિ હરિવંશે આ અંગે વોટિંગ કરાવી દીધું. 

આ પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ સદનમાં મોદી સરકારની વિરુદ્ધ દલિત વિરોધી હોવાના નારા લગાવાયા. વિપક્ષી સાંસદોની  નારેબાજીને જોતા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને એટલે સુધી કહેવું પડ્યું કે આ નારેબાજી કરવા માટેનું સ્થળ નથી. અહીં ચર્ચા થાય છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને સામાજિક અધિકારીતા મંત્રી થાવર ચંદ ગહલોતે પણ વોટિંગ કરાવવા મુદ્દે આસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. 

આ પ્રસ્તાવમાં સમગ્ર દેશમાં એક સમાન અનામત લાગુ કરવાની વાત કરાઇ હતી. સત્તા પક્ષના સાંસદોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું નહોતું. જો સત્તા પક્ષના સાંસદોનું સમર્થન મળી જાય, તો આ પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઇ જાય છે. 

આ પ્રસ્તાવને દલિતો અને પછાતના હિતમાં માનવામાં આવી રહ્યું હતું. જો કે કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે, આ સંકલ્પ અંગે ક્યારે પણ મતદાન નહોતું થયું, પરંતુ આજે નવી પરંપરા બનાવાઇ રહી છે. ઉપસભાપતિ હરિવંશે કહ્યું કે, એક વાર કહ્યા બાદ વોટિંગ કરાવવું જ પડે છે, તેને પરત લેવાનાં કોઇ જ નિયમો નથી. 

ત્યાર બાદ વિપક્ષી દળોના સાંસદોએ હોબાળા વચ્ચે કેન્દ્રીય કાદયામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સારુ થાય કે જો આ તમામ સાંસદ ત્રિપલ તલાક બિલ અંગે સરકારની સાથે ઉભા રહ્યા હોત.