Rainfall Update: મેઘરાજાએ ઓગસ્ટમ મહિનામાં પણ ધમાકેદાર બેટિંગ કરવાનું ચાલુ રાખતાં અનેક રાજ્યોના લોકોના હાલ બેહાલ બની ગયા છે. મહારાષ્ટ્રના નાશિક શહેરમાં ભારે વરસાદ બાદ ગોદાવરી નદી ગાંડીતૂર બની છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે તો નદી કિનારે આવેલાં મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ભગવાનના દર્શન માટે આવેલાં ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અંબાલાલ પટેલે એવી આગાહી કરી છેકે, આગામી દિવસોમાં ગુજરાત સહિત ભારતભરમાં વરસાદનો વેગ વધશે. આ વખતે દેશના અનેક રાજ્યો જળતરબોળ થઈ જશે. ઓગસ્ટમાં પણ મેઘરાજા રોકાવાના નથી, ચાલુ જ રહેશે ધુઆંધાર બેટિંગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં પાણીનો કોહરામ
શ્રીનગરથી ગુજરાત સુધી મેઘતાંડવ
રાંચીથી મહારાષ્ટ્રમાં જળપ્રલય
ભારે વરસાદના કારણે જળબંબાકાર
અનેક રાજ્યોના લોકો હેરાન-પરેશાન
મેઘકહેરથી નદીઓ ગાંડીતૂર, પ્રજા લાચાર


મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં પણ પૂરના કારણે લોકો હેરાન-પરેશાન છે. ભારે વરસાદ બાદ ખડકવાસલ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં આવેલ એકતા નગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ તહેનાત ખડેપગે છે.


ડેમમાંથી 45,000 ક્યુસેક કરતાં વધારે પાણી મુઠા નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. જે નીચાણવાળા વિસ્તારના લોકોને ડરાવી રહ્યો છે. મહારાષ્ટ્રની નદીઓ તોફાને ચઢી છે. તો મુંબઈમાં દરિયાએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુંબઈમાં ભારે વરસાદ બાદ દરિયામાં હાઈટાઈડ જોવા મળી રહી છે.


મધ્ય પ્રદેશના જબલપુરના છે. અહીંયા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી બેકાંઠે વહી રહી છે. નદીકિનારે આવેલી અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ નર્મદાના પાણી ફરી વળ્યા છે. જબલપુરમાં ભેડાઘાટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે સ્થાનિક પ્રશાસન લોકોને પાણીવાળી જગ્યાએથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે. ઝારખંડના રાંચીમાં પણ ભારે વરસાદ બાદ જળાશયો અને વોટરફોલ નવા નીરથી છલકાઈ ગયા છે. વોટરફોલ જીવંત થતાં લોકો મોટી સંખ્યામાં તેને નિહાળવા પહોંચી રહ્યા છે અને તેનાં મનોરમ્ય દ્રશ્યોનો અહેસાસ કરીને રોમાંચનો અનુભવ કરી રહ્યા છે.


હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે આ રાજ્યોમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળ્શે અને લોકોને જળતાંડવનો સામનો કરવો પડશે.