અમદાવાદ :અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતે આજે બુધવારે મોટી સફળતા મેળવી છે. ઈસરોએ શ્રીહરિકોટથી RISAT-2B લોન્ચ કર્યું. તો બીજી તરફ, ઈસરોએ જુલાઈમાં યોજનારા પોતાના મિશન ચંદ્રયાન-2ને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈસરોનું કહેવું છે કે, આ મિશન અંતર્ગત અમે ચંદ્ર પર જે જગ્યાએ ઉતરવા જઈ રહ્યાં છે, ત્યાં અત્યાર સુધી કોઈ પહોંચ્યુ નથી. ઈસરો આ મિશન ચંદ્રયાન-2ને 9 જુલાઈથી 16 જુલાઈની વચ્ચે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2 મિશનનો કુલ  ખર્ચ 124 મિલિયન ડોલર છે, જે 31 મિલિયન લોન્ચનો ખર્ચ અને 93 મિલિયન ડોલર સેટેલાઈની કિંમત છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં જ રિલીઝ થયેલી હોલિવુડની બ્લોકબ્લસ્ટર ફિલ્મ Avengers Endgame નું બજેટ પણ તેનાથી ડબલ છે. ફિલ્મ 356 મિલિયન ડોલરમાં બનીને તૈયાર થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISROનો દાવો: જ્યાં કોઇ નહીં પહોંચ્યું ત્યાં ઉતરશે ચંદ્રયાન-2, આ દિવસે થશે લોન્ચ


ISROએ સેટેલાઈટ લોન્ચ થવાની તારીખની જાહેરાત કરે છે. જે 9 જુલાઈથી 16 જુલાઈની વચ્ચે લોન્ચ થશે. અને આશા છે કે, તે 6 સમ્પ્ટેમ્બરના રોજ ચંદ્ર પર લેન્ડ કરશે. ચંદ્રયાન-1ની સફળતાથી ઉત્સાહિત વૈજ્ઞાનિક ચંદ્રયાન-2ની સફળતાને લઈને નિશ્ચિંત છે. પહેલુ ચંદ્રયાન વર્ષ 2009માં ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું, જેણે ચંદ્ર પર પાણી હોવાના સંકેત આપ્યા હતા. 


બપોરે 2.07 કલાકે ગુજરાતના આ જૈન મંદિરમાં સર્જાશે અદભૂત ઘટના, મહાવીર સ્વામીને આપોઆપ થશે સૂર્યતિલક


અત્યાર સુધી માત્ર ત્રણ દેશ રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્રને સ્પર્શ કરી ચૂક્યા છે. આ વર્ષે ઈઝરાયેલે પણ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને સફળતા મળી ન હતી. ચંદ્રયાન-2 શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધન અંતરિક્ષ કેન્દ્રમાંથી લોન્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં Geosynchronous Satellite Launch Vehicle (GSLV MK-III) રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. ચંદ્રયાન-2ના ત્રણ મોડ્યુલ હશે. Orbiter, Lander (વિક્રમ) અને Rover (પ્રજ્ઞાન).


Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા હાથે આપ્યો...


ચંદ્રયાન-2 માટે વર્ષ 2008માં ભારત સરકાર તરફથી 92 મિલિયન ડોલરનુ બજેટ નક્કી કરવામાં આવ્યું હતું, તેમાં રોકેટની કિંમત ઉમેરવામાં આવી ન હતી. આ મિશન માટે વર્ષ 2007માં ભારતના ISRO અને રશિયાના અંતરિક્ષ કેન્દ્ર ROSCOSMOS વચ્ચે કરાર થયા હતા. જે અંતર્ગત વર્ષ 2013 સુધી રશિયા ભારતને Lander ફાળવવાનું હતું. પરંતુ રશિયા જ્યારે તેને યોગ્ય સમયે આપવામાં અસફળ રહ્યું, તો ભારતે એકલાહાથે પોતાનો રસ્તો બનાવ્યો.