વિજ્ઞાન સાથે આસ્થા: ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે મંદિરોમાં ચાલી રહી છે પુજા
ચંદ્રનાર મંદિર કુભકોણમ નજીક આવેલા નવગ્રહ મંદિરમાંનુ એક છે, અહીં ચંદ્રપર ચંદ્રયાન સફળતાપુર્વક ઉતરી શકે તે માટે ખાસ પુજાની તૈયારીઓ ચાલી રહી છે
ચેન્નાઇ : ભારત (India) ના મુન લેન્ડર વિક્રમ (Moon Lander Vikram) ની ચંદ્ર (Moon) પર સફળ લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તમિલનાડુના તંજાવુર જિલ્લા ખાતે ચંદ્રનાર મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. વિક્રમને શુક્રવારે મોડી રાત્રે ચંદ્રમા પર ઉતરવાનું છે. એક અધિકારીએ જણાવ્યું કે તેના માટે મંદિરમાં પુજા અર્ચના કરીને ચંદ્રમા ભગવાનનો દિવ્ય આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવશે.
ચંદ્રયાન-2: અંતરિક્ષમાં મોકલવામાં આવતા ઉપકરણને શા માટે સોનાના પડમાં લપેટાય છે?
ચંદ્રનાર/શ્રીકૈલાશનાથન મંદિરનાં ટ્રસ્ટી વી.કન્નને કહ્યું કે, અમે ચંદ્રનના દિવ્ય આશિર્વાદ માટે શુક્રવારે સાંજે એક વિશેષ અભિષેકમ અને અર્ચના કરીશું. તેમણે કહ્યું કે, 2008માં ચંદ્રયાન-1 મિશનની સફળતા માટે પણ એક વિશેષ પુજા આયોજીત કરવામાં આવી હતી. તે સમયે ચંદ્રયાન-1 સફળતાપુર્વક ઉતર્યું પણ હતું.
ચંદ્રયાન-2 : જાણો ચંદ્રયાન-2 સાથે ગયેલા ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની વિશેષતાઓ
ચંદ્રયાન-2: દુનિયાના સુપરપાવર ગણાતા દેશો જે નથી કરી શક્યાં, તે કરવા જઈ રહ્યું છે ભારત
કન્નને કહ્યું કે, અમે 15 જુલાઇ પહેલા કોઇ વિશેષ પ્રાર્થના કરી નહોતી, જ્યારે ચંદ્રયાન-2ને લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી હતી. કેટલીક ટેક્નીકલ સમસ્યાઓનાં કારણે લોન્ચને ટાળવામાં આવ્યું હતું. અમે વિચાર્યું કે ચંદ્રમા ભગવાનની પુજા નહી કરવાનાં કારણે આ ટેક્નીક થશે. એટલા માટે 22 જુલાઇએ ચંદ્રયાન-2ના લોન્ચ થયા પહેલા વિશેષ પ્રાર્થના અભિશેકમ અને અન્નધનામાનું આયોજન કરવામાં આવ્યું. આ મંદિરમાં પીઠાસીન દેવતા સોમ (ચંદ્ર) છે જ્યારે મુખ્ય દેવતા ભગવાન મહાદેવ છે.
ચંદ્રયાન-2: ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર જ કેમ લેન્ડિંગ કરશે 'વિક્રમ'? ખાસ જાણો કારણ
ચંદ્રનાર મંદિર કુભકોણમ નજીક આવેલ નવગ્રહ મંદિરો પૈકી એક છે. શ્રદ્ધાળુ આ મંદિરોમાં પ્રાર્થા કરે છે, જેથી તેમના ગ્રહોનાં નકારાત્મક પ્રભાવથી છુટકારો પ્રાપ્ત થઇ શકે. કન્નને જણાવ્યું કે, લગભગ 500 શ્રદ્ધાળુઓ પ્રતિદિન ચંદ્રનાર મંદિર આવે છે. જ્યારે સોમવારે તેમની સંખ્યા લગભગ 5 હજાર સુધી પહોંચી જાય છે. તેમણે કહ્યું કે, ભારતના વૈજ્ઞાનિક કાર્યક્રમ આગળ વધવામાંવિશેષ પ્રાર્થનાનું પણ યોગદાન છે.