Morbi Bridge News: મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. 500થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં 141 થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 132 લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટી કરાઈ છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુર્ઘટના પહેલાનો વીડિયો વાયરલ
ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી. રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા. લોકો પુલ પર મોજમસ્તી કરતા પણ જોવા મળ્યા. કેટલાક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા તો કેટલાક યુવાનો પુલને હલાવીને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાય છે. 


જુઓ Viral Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube