નવી દિલ્હીઃ લદ્દાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે સરહદ પર વધુ ઘર્ષણ થઈ શકે છે. સમાચાર એજન્સી રોયટર્સે સુરક્ષા આકલનનો હવાલો આપતા કહ્યું કે તેની પાછળ સૌથી મોટુ કારણ બેઇજિંગનું ક્ષેત્રમાં સૈન્ય પાયાના માળખાને મજબૂત કરવું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આકલન લદ્દાખ પોલીસ દ્વારા એક નવા ગુપ્ત રિસર્ચ પત્રનો ભાગ છે, જેને 20થી 22 જાન્યુઆરી સુધી આયોજિત સર્વોચ્ચ પોલીસ અધિકારીઓના એક સંમેલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરહદ પર ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ જૂન 2020માં ગલવાન ઘાટીમાં સંઘર્ષના રૂપમાં પ્રથમવાર સામે આવ્યું હતું. લદ્દાખમાં ભીષણ સંઘર્ષ બાદ ભાત અને ચીનની વચ્ચે સંબંધો પણ બહુ સારા નથી. ગલવાન ઘાટીમાં ઘર્ષણ બાદ ભારત અને ચીનના સંબંધોમાં દાયકાઓ બાદ ખટાસ આવી હતી. તેનાથી ન માત્ર સૈન્ય પરંતુ કૂટનીતિક વાર્તા પણ પ્રભાવિત થઈ છે. આ સંઘર્ષમાં ભારતના એક કમાન્ડર સહિત 20 જવાનો શહીદ થયા હતા. 


આ પણ વાંચોઃ રાજસ્થાનમાં બોલ્યા CM યોગી- સનાતન જ ભારતનો રાષ્ટ્રીય ધર્મ, તૈયાર થશે ભવ્ય રામ મંદિર


ત્યારબાદ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે ગોગરા-હોટસ્પ્રિંગ્સ ક્ષેત્રમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 પર ઘર્ષણ જોવા મળી હતી. ડિસેમ્બર મહિનામાં અરૂણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં બંને પક્ષો વચ્ચે ફરી ઘર્ષણ જોવા મળ્યું હતું. પરંતુ તેમાં કોઈ મોત થયા નહોતા. રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૂલ્યાંકન સરહદી ક્ષેત્રમાં સ્થાનીક પોલીસ દ્વારા એકત્રિત ગુપ્ત જાણકારી અને વર્ષોથી ભારત-ચીન સૈન્ય તણાવની પેટર્ન પર આધારિત છે. 


તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેનાએ આ ટિપ્પણીની વિનંતીનો જવાબ આપ્યો નહીં, પરંતુ આ મૂલ્યાંકન મહત્વ રાખે છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજીત એક સંમેલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે ચીની વિદેશ મંત્રાલયે પણ ટિપ્પણીની વિનંતી પર જવાબ આપ્યો નહીં. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં ઘરેલૂ મજબૂરીઓ અને ક્ષેત્રમાં તેના આર્થિક હિતોને જોતા પીએલએ (ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી) પોતાના સૈન્ય માળખાનું નિર્માણ કરવાનું જારી રાખશે અને ઘર્ષણ થતા રહેશે, જે એક પેટર્નનું પાલન કરી શકે છે અથવા ન પણ કરી શકે.


આ પણ વાંચોઃ આ છે ભારતના મોટી કમાણી કરતા યૂટ્યુબર્સ, કોઈ પાસે ઓડી તો કોઈ પાસે છે BMW કાર


રિપોર્ટ પ્રમાણે જો આપણે ઘર્ષણ અને તણાવની પેટર્નનું વિશ્લેષણ કરીએ તો 2013-2014 બાદથી દર 2-3 વર્ષના અંતરની સાથે તેમાં વૃદ્ધિ થઈ છે. પીએલએ દ્વારા ચીની પક્ષ પર મોટા પાયા પર પાયાના માળખાના નિર્માણની સાથે બંને સેનાઓ એકબીજાની પ્રતિક્રિયા અને તાકાતનું પરીક્ષણ કરી રહી છે. 


ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે 3500 કિલોમીટરની લાંબી સરહદ છે, જે 1950ના દાયકાથી વિવાદિત છે. 1962માં બંને પક્ષો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube