સાવધાન: Coronavirusના કારણે પુરુષોના મોતની સંભાવના વધારે, નવા સંશોધનમાં થયો ખુલાસો
કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને લઇને રોજ કોઈને કોઇ નવી જાણકારી સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણથી મરનાર મહિલાઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધારે છે. હાલમાં કરવામાં આવેલો ખુલાસો દુનિયાભરમાં અત્યાર સુધી મરનાર લોકોની સંખ્યાના આધારે કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને લઇને રોજ કોઈને કોઇ નવી જાણકારી સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણથી મરનાર મહિલાઓની સરખામણીએ પુરુષોની સંખ્યા વધારે છે. હાલમાં કરવામાં આવેલો ખુલાસો દુનિયાભરમાં અત્યાર સુધી મરનાર લોકોની સંખ્યાના આધારે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- કોરોનાના વધતા જતા કેસ જોતાં સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, 14 હજાર વેન્ટિલેટર રિઝર્વ રાખવાના કર્યા નિર્દેશ
શું કહેવું છે સંશોધનકર્તાનું
આંતરરાષ્ટ્રીય સંસ્થા નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યુટે તેના સંશોધનમાં ખુલાસો કર્યો છે કે, દુનિયામાં કોરોના વાયરસથી મરનાર લોકો મોટી સખ્યામાં પુરુષો છે. ઈટલીમાં કોરોના વાયરસના સંકટના આધાર પર સંસ્થાએ કહ્યું કે, કુલ સંક્રમિત લોકોમાંથી 60 ટકા પુરુષ છે. વાયરસના કારણે મરનાર લોકોમાં માત્ર 30 ટકા જ મહિલાઓ છે. જ્યારે 70 ટકા પુરૂષ છે.
આ પણ વાંચો:- 'લોકોમાં ડર અને અફરાતફરીનો માહોલ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક'
આ સંશોધન કરનાર ડોક્ટર ડેબોરા બ્રિક્સનું કહેવું છે કે, મહિલાઓની સરખામણીએ પુરૂષ નશો વધારે કરે છે. એટલે કે, મહિલાઓની સરખામણીએ પુરુષો સ્મોકિંગ અને ડ્રિંકિંગ વધારે કરે છે. આ ઉપરાંત સ્વાસ્થયના મામલે પુરૂષ ઘણા બેદરકાર હોય છે. આ કારણ છે કે કોઇપણ બિમારીથી બચાવ માટે જરૂરી રોગ પ્રતિકારક ક્ષમતા મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં ખુબ જ ઓછી હોય છે.
આ પણ વાંચો:- લોકડાઉનથી વિચિત્ર સ્થિતિ સર્જાઈ, આ રાજ્યની સરકારે દારૂ માટે નિયમો નેવે મૂકવા પડ્યા
કોરોના વાયરસથી મોત
ઈટલીમાં મરનાર સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 24 છે.
ચીનમાં મરનાર સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 18 છે.
જર્મનીમાં મરનાર સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 16 છે.
આ પણ વાંચો:- UP: CM યોગીએ મનરેગાના 27.5 લાખ મજૂરોના ખાતામાં 611 કરોડ ટ્રાન્સફર કર્યાં
કોરોના પોઝિટીવ કેસ
ઈટલીમાં સંક્રમિત કેસ સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 14 છે.
ચીનમાં સંક્રમિત કેસ સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 13 છે.
જર્મનીમાં સંક્રમિત કેસ સરેરાશ 10 મહિલાઓની સામે પુરૂષની સંખ્યા 10 છે.
આ પણ વાંચો:- કોરોના: ચીને મોટું સત્ય લોકોથી છૂપાવ્યું? વુહાનના લોકોએ ફોડ્યો ભાંડો
ભારકમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત મહિલાઓ અને પુરોષોની સંખ્યામાં રજૂ નથી કરવામાં આવી. આ કારણથી હાલ આ સંશોધનમાં ભારતને સામેલ કરવામાં આવ્યું નથી. પરંતુ સંશોધનકર્તાઓને આશા છે કે, એકવાર તમામ દેશોની માહિતી મળ્યા બાદ ચોક્કસ જાણકારી મેળવી શકાશે.
આ પણ વાંચો:- લોકડાઉન તો PM મોદીને પણ લાગુ પડે, જાણો શું કરે છે પોતાને એકદમ ફિટ રાખવા માટે
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ ભારત સહિત દુનિયામાં તાંડવ માચવી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં 34 હજાર લોકોના મોત થયા છે. જ્યારે 7 લાખખી વધારે લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 106 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1071 થઈ છે. કોરોનાથી દેશમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે 99થી વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube