Parliament: આજે શશિ થરૂર, ડિંપલ યાદવ સહિત કુલ 49 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો પર કાર્યવાહી
સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી રહેલા વિપક્ષનો હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા બદલ 41 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા હોવાના અહેવાલ છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 141 સાંસદો પર કાર્યવાહી થઈ ચૂકી છે. 18 ડિસેમ્બર સુધીમાં સંસદના કુલ 92 સાંસદો સસ્પેન્ડ હતા.
આજે આ મોટા નેતાઓ થયા સસ્પેન્ડ
આજે જે સાંસદોને સસ્પેન્ડ કરાયા તેમાં કોંગ્રેસના નેતા મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, શશિ થરુર, બીએસપી (નિષ્કાસિત) દાનિશ અલી, એનસીપીના સુપ્રીયા સુલે, સપા સાંસદ એસટી હસન, ટીએમસી સાંસદ માલા રોય, સપા નેતા ડિંપલ યાદવ, અને આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલકુમાર રિંકુ પણ સામેલ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube