શ્રીનગર: પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન (Hizbul Mujahideen) ભારતમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે અને તેને જવાબદારી ગાજી હૈદર ઉર્ફે સૈફુલ્લાહ (Gazi Haider aka Saifullah)ને સોંપવામાં આવી છે. ભારતીય સેનાએ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રિયાઝ નાયકુ (Riyaz Naikoo)ને ઠાર માર્યા બાદ ગાઝીને હિઝબુલનો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. નાયકૂનું મોત પ્રતિબંધિત સંગઠન હિઝબુલ માટે મોટો ફટકો હતો અને હવે તે તેનો બદલો લેવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આવતીકાલથી શરૂ થનારી ટ્રેનો પર ઘણા રાજ્યના CMએ PM મોદી સામે ઉઠાવ્યો વાંધો


પ્રાપ્ત ઇનપુટ મુજબ, હિઝબુલ ધાટીમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માંગે છે. જેથી ભારતીય સૈન્ય દ્વારા બનાવેલા દબાણને ઘટાડી શકે. આ માટે તેણે એક વિશેષ યોજના તૈયાર કરી છે અને ભારતીય સેનાને નિશાન બનાવવાનો આદેશ આપ્યો છે.


એટલું જ નહીં, પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી સંગઠનના નેતાને પણ મોટા પાયે આતંકવાદી પ્રવૃતિઓ ચલાવવા માટે તેની નવી રચાયેલી વિંગ TRF અને જૈશ-એ-મોહમ્મદ સાથે હાથ મિલાવવા સૂચનાઓ પણ મળ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે આતંકવાદીઓ તેમની નાપાક હરકતોને પૂર્ણ કરવા માટે આ આત્મઘાતી બોમ્બનો આશરો લેશે.


આ પણ વાંચો:- કોરોના દર્દીની સંખ્યા 67 હજારને પાર, 24 કલાકમાં સૌથી વધુ કેસ: સ્વાસ્થ્ય મંત્રાલય


2016-17માં જ્યારે બુરહાન વાનીને હિઝબુલ કમાન્ડર બનાવવામાં આવ્યો હતો, ત્યારે ગાઝી હૈદર ઉર્ફે સૈફુલ્લાહને ઘાયલ આતંકીઓની સારવાર સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેણે ઘણા આતંકીઓને તાલીમ આપી હતી. જેના કારણે તે પછી ડોક્ટર સૈફુલ્લાહ તરીકે ઓળખાવા લાગ્યો. સુરક્ષા એજન્સીઓ તેને આ નામથી ઓળખે છે. 2017 માં, જ્યારે રિયાઝ નાયકુની ઓપરેશનલ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે સૈફુલ્લાહને તેનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- ભારત સરકારે લોન્ચ કર્યું મિશન સાગર: સંકટ સમયે આ દેશોની મદદ માટે મોકલી રાહત સામગ્રી


સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ગાઝી સરહદ પારના આતંકીઓ સાથે સીધો સંપર્કમાં છે, જેમાં હિઝબુલના વડા સૈયદ સલાઉદ્દીનનો સમાવેશ થાય છે. ત્યારે નિષ્ણાતોનું માનવું છે કે હિઝબુલના નવા કમાન્ડર માટે આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાનું સરળ રહેશે નહીં. ખાસ કરીને દક્ષિણ કાશ્મીરમાં નહીં, જ્યાં આતંકવાદી સંગઠન સારી રીતે સ્થાપિત થઈ ગયું છે. કારણ કે સુરક્ષા દળોએ અહીં ઘણી મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા એક મહિનામાં સુરક્ષા દળોએ આ વિસ્તારમાં રિયાઝ નાયકુ સહિતના ઘણા ટોચના આતંકવાદીઓને ઠાર કર્યા છે. હિઝબુલના વડા સૈયદ સલાહુદ્દીને ખુદ પાકિસ્તાનની એક સભામાં આ વાતનો સ્વીકાર કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube