વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું આ શહેર, 6 મહિનામાં પોણા 2 કરોડ લોકો પહોંચ્યા
દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે.
દુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે. કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી પણ શ્રદ્ધાળુઓનો જોશ ઓછો કરી શકી નથી ત્યારે મંદિર નિર્માણ સમિતિના ચેરમેને કયો મોટો દાવો કર્યો છે?. અયોધ્યામાં હાલમાં 600 કરોડના ખર્ચે કઈ સુવિધા બનાવાઈ રહી છે? જોઈશું આ રિપોર્ટમાં....
દુનિયાની ધાર્મિક રાજધાની બની અયોધ્યા
માત્ર 6 મહિનામાં 1.75 કરોડથી વધુ ભક્તો આવ્યા
રામભક્તો અયોધ્યા પહોંચવાનો તોડી રહ્યા છે રેકોર્ડ
22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જેના પછી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવી રહ્યા છે. એટલે કે રોજ 2 લાખ શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા આવે છે.
દુનિયામાં અયોધ્યા એટલા માટે ધાર્મિક રાજધાની બની ગઈ છે. કેમ કે દુનિયામાં આટલી મોટી સંખ્યામાં કોઈપણ ધર્મના ધર્મસ્થળ પર પ્રવાસી કે શ્રદ્ધાળુ જઈ રહ્યા નથી. ઈસાઈઓના સૌથી મોટા ધાર્મિક સ્થળ વેટિકન સિટીમાં વાર્ષિક લગભગ 90 લાખ લોકો આવે છે. જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે 1.35 કરોડ લોકો આવ્યા હતા.
ભક્તોનું ઘોડાપૂર : અયોધ્યા દુનિયાની બની ધાર્મિક રાજધાની
માત્ર 6 મહિનામાં પોણા બે કરોડ ભક્તો આવ્યા
ઠંડી-ગરમી આસ્થા પર અસર ન કરી શકી
વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે અયોધ્યા
દુનિયાની નંબર વન ધાર્મિક રાજધાની બની જશે
કડકડતી ઠંડી હોય કે કાળઝાળ ગરમી શ્રદ્ધાળુઓની આસ્થા તેના પર હંમેશા ભારે પડી છે. ભગવાનના દર્શન કરવા માટે ગમે તેવી મુશ્કેલી સહન કરીને પણ પહોંચી જાય છે. હાલમાં અયોધ્યાના મંદિર પરિસરમાં વિવિધ નિર્માણ કાર્યો પણ ચાલી રહ્યા છે અને તે માર્ચ 2025 સુધીમાં પૂરા થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં આવતાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેમાંથી એક છે બો સ્ટ્રિંગ ગર્ડર રેલવે બ્રિજ. આવા 5 બ્રિજ અયોધ્યામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાંથી 2 શરૂ થઈ ગયા છે. જ્યારે અન્ય 3નું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેની પાછળ યોગી સરકાર 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.
એટલે ભગવાન રામનો ભક્ત દુનિયાના કોઈપણ ખૂણાથી આવે પરંતુ તેને કોઈપણ જાતની પરેશાની ન થાય તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. એટલે ટૂંક સમયમાં અયોધ્યા દુનિયાની નંબર વન ધાર્મિક રાજધાની બની જશે તે નક્કી છે.