નવી દિલ્હીઃ Online Auction: ખેલાડીઓ અને રાજનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી 1200થી વધુ વસ્તુઓની 17 સપ્ટેમ્બરે હરાજી થવાની છે. આ હરાજીમાં મળનાર રકમ નમાની ગંગા મિશન (Namami Ganga Mission) માં આપવામાં આવશે. રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય (Namami Ganga Mission) ના મહાનિર્દેશક અદ્રૈત ગડનાયકે કહ્યુ કે હરાજી વેબ પોર્ટલ ‘pmmementos.gov.in’ દ્વારા કરવામાં આવશે અને તે બે ઓક્ટોબરે પૂર્ણ થશે. આ સંગ્રાહલયમાં ગિફ્ટને રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગડનાયકે કહ્યુ કે સામાન્ય વ્યક્તિથી લઈને, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ધરોહરનું પ્રતિનિધિત્વ કરનાર વિવિધ ગણમાન્ય લોકો દ્વારા ભેટ કરવામાં આવેલી વસ્તુ સહિત અન્ય ગિફ્ટની હરાજી કરવામાં આવશે. આ વસ્તુની કિંમત 100 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની શ્રેણીમાં રાખવામાં આવી છે. 


ભેટની યાદીમાં સામેલ છે આ વસ્તુ
ભેટની યાદીમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ભેટ આપવામાં આવેલી રાણી કમલાપતિની પ્રતિમા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભેટ કરવામાં આવેલી એક હનુમાન મૂર્તિ અને એક સૂર્ય પેન્ટિંગ તથા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ એક ત્રિશૂલ સામેલ છે. 


આ પણ વાંચોઃ શી જિનપિંગ કે શાહબાઝ શરીફને મળશે પીએમ મોદી? SCO સંમેલનમાં થશે આમનો-સામનો  


તેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવાર દ્વારા ભેટમાં આપવામાં આવેલી દેવી મહાલક્ષ્મીની મૂર્તિ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી દ્વારા ભેટ આપવામાં આવેલી ભગવાન વેંકટેશ્વરની કલાકૃતિ પણ સામેલ છે. 


ચોથીવાર જશે હરાજી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીની આ ચોથી સીઝન છે. સંગ્રાહલયના ડાયરેક્ટર તેમસુનારો જમીરે કહ્યુ કે મેડલ વિજેતા ખેલાડીઓના હસ્તાક્ષરવાળી ટી-શર્ટ, બોક્સિંગના ગ્લવ્સ અને ભાલા સહિત રમતોની વસ્તુઓનો એક વિશેષ સંગ્રહ છે. 


જમીરે કહ્યુ કે ભેટમાં પેન્ટિંગ, મૂર્તિઓ, હસ્તકળા અને લોક કલાકૃતિઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે અન્ય વસ્તુઓમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતિઓ તથા મોડલ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub