12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા
છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ લોકો ભારતની નાગરિકતા છોડી બીજા દેશની નાગરિકતા લઈ ચુક્યા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આ વાત રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન જણાવી છે. જયશંકરે વર્ષવાર આંકડા પણ આવ્યા છે.
નવી દિલ્હીઃ બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકારે મોટી જાણકારી આપી છે. કહેવામાં આવ્યું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ પોતાની ભારતીય નાગરિકતા છોડીને કોઈ બીજા દેશની નાગરિકતા લઈ લીધી છે. પ્રશ્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત જણાવી છે.
વિદેશમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2011થી અત્યાર સુધી 16 લાખથી વધુ ભારતીય પોતાની નાગરિકતા છોડી ચુક્યા છે. તેમાંથી બે લાખ કરતા વધુ (2,25,620) એ પાછલા વર્ષે નાગરિકતા છોડી દીધી છે.
સરકારે આપ્યો આંકડો
વિદેશ મંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું કે વર્ષ 2015માં 1,31,489, 2016માં 1,41,603 અને 2017માં 1,33,049 લોકોએ ભારતની નાગરિકતા છોડીને બીજા કોઈ દેશની નાગરિકતા લીધી છે. પછી 2018માં આ નંબર 1,34,561, 2019માં 1,44,017 થઈ ગયો હતો. તો 2020માં નાગરિકતા છોડનારાની સંખ્યામાં કમી આવી અને નંબર 85256 રહ્યો. પછી 2021માં આ આંકડો વધીને 1,63,370 થઈ ગયો હતો. હવે પાછલા વર્ષે 2022માં 2,25,620 એવા લોકો હતા જેણે ભારતની નાગરિકતા છોડી છે.
આ પણ વાંચોઃ મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટેનો ચુકાદો
ઉપર આપવામાં આવેલા દરેક આંકડા ભાજપ સરકાર આવ્યા બાદના છે. સંદર્ભ માટે જયશંકરે પાછલી એટલે કે મનમોહન સરકાર દરમિયાનના આંકડા પણ જણાવ્યા છે. તેમણે કહ્યું કે 2011માં નાગરિકતા છોડનારાની સંખ્યા 1,22,819 હતી. તો 2012માં આ નંબર 1,20,923 હતો. પછી 2013માં તે 1,31,405 થઈ ગયો અને 2014માં 1,29,328 લોકોએ નાગરિકતા છોડી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આ રીતે 2011થી અત્યાર સુધી દેશની નાગરિકતા છોડનારાની સંખ્યા 16 લાખ 63 હજાર 440 થઈ ગઈ છે. જયશંકરે તે 135 દેશોનું લિસ્ટ પણ આપ્યું જેની નાગરિકતા ભારતના લોકોએ લીધી છે. આ સાથે બીજા સવાલા જવાબમાં તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ ભારતીયોએ સંયુક્ત અરબ અમીરાતની નાગરિકતા લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube