IT Raid Jalna Maharashtra: કોરોડો રૂપિયાની અઘોષિત, ગેરકાયદેસર અને બિનહિસાબી સંપત્તિ એટલે કે દેશની અંદર છૂપાયેલી બ્લેક મનીને પકડવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઇન્કમટેક્સ વિભાગ માટે આ વર્ષ અત્યાર સુધી ખૂબ જ સફળ રહ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીની વાત કરીએ તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મહારાષ્ટ્રના જાલનામાં 3 ઓગસ્ટના એક ઉદ્યોગપતિના સ્થળો પર પાડેલા દરોડામાં 58 કરોડ રૂપિયા રોકડ અને 32 કિલો સોના સહિત કુલ 390 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડામાં લાગી 400 લોકોની ટીમ
તમને જણાવી દઈએ કે આ કોરાબારી ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગની રડાર પર હતો. પાક્કી માહિતી બાદ ઇન્કમટેક્સ વિભાગના લગભગ 400 અધિકારીઓ અને કર્મચારીઓને આ કારોબારીના ઘણા સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા. આઇટી વિભાગના અધિકારીઓએ સ્ટીલ કારોબારીની કંપનીઓ અને ઘરો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઘણા મહત્વના દસ્તાવેજો, 32 કિલો સોનું અને 58 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.


બજારની દમદાર શરૂઆત સેન્સેક્સનો 600 પોઈન્ટનો કૂદકો, નિફ્ટીના આ રહ્યા હાલ


ફિલ્મી અંદાજમાં દરોડા
ઇન્કટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં ટીમને કુલ 390 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટની સવારે ઇન્કમટેક્સ વિભાગની 100 થી વધુ ગાડીઓ જાલનામાં જોવા મળી હતી. આ ગાડીઓ પર લગ્ન સમારોહના સ્ટીકર લાગ્યા હતા. આ ગાડીઓ પર રાહુલ વેડ્સ અંજલિના સ્ટિકર લાગ્યા હતા. 100 થી વધુ ગાડીઓમાં 400 થી વધારે ઇન્કમટેક્સ અધિકારી અને કર્મચારી હતા. ગાડીઓના આટલા મોટા કાફલાને જોઈ પહેલા તો જાલનાના રહેવાસીઓ કંઈ સમજી શક્યા ન હતા. તેમને એવું લાગી રહ્યું હતું કે, આ ગાડીઓ કોઈના લગ્ન સમારોહ માટે આવી હશે. પરંતુ આ સાવન મહિનામાં લગ્ન સમારોહની વાત લોકોને કંઈક અજીબ લાગી હતી. જોકે, થોડીવાર પછી જાણવા મળ્યું કે, 100 થી વધુ ગાડીઓમાં સવાર લોકો આઇટીના અધિકારી છે અને આ મહેમાન લગ્ન સમારોહમાં નહીં પરંતુ દરોડા પાડવા માટે આવ્યા હતા.


''આગામી વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા ગેસ મળશે" : PM Modi


એજન્સિઓને સતત સફળતા
આ વર્ષે કરોડો રૂપિયા જપ્ત કરવાની શરૂઆત યુપીના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના કન્નોજ અને કાનપુર સ્થિત સ્થળો પરથી કરવામાં આવી હતી. જે બાદ આ સરકારી એજન્સિઓની ચુંગાલમાં ઘણા લોકો ફસાયા છે. આઇટી દરોડાની કાર્યવાહી આગળ ઇલેક્ટ્રોનિક સિટી નોઈડાથી થઈને દેશના અન્ય રાજ્યો સુધી પહોંચી. અન્ય કેટલીક મોટી બ્લેક મનીની વાત કરીએ તો આઇટી અને ઇડીની ટીમ ત્યારબાદ કોલકાતા પહોંચી જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કેબિનેટના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને પાર્થની નજીકની અર્પિતા મુખર્જીના સ્થળો પર શિક્ષક ભરતી કૌભાંડમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન 55 કરોડથી વધારે બિનહિસાબી સંપત્તિ રિકવર કરવામાં આવી. ત્યારબાદ ચેન્નાઈ સહિત દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં એક સાથે ઘણા ફિલ્મ નિર્માતાઓ, ફાઈનાન્સરો અને ડિસ્ટ્રીબ્યૂટર્સને સકંજામાં લેવામાં આવ્યા હતા. હવે તપાસ મહારાષ્ટ્ર પહોંચી જ્યાં એક કારોબારીના ઘરથી મળેલી મોટી રોકડ રકમ ગણવા માટે મશીનો પણ મંગાવા પડ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube