ZEE NEWSએ રચ્યો ઈતિહાસ, CAAના સમર્થનમાં 1 કરોડથી વધુ મિસ્ડકોલ
ZEE NEWSએ ઈતિહાસ રચી દીધો છે. નાગરિકતા કાયદાના સમર્થનમાં જે મિસ્ડ કોલ અભિયાન શરૂ થયું હતું, તેના પર MISSED CALLની સંખ્યા હવે 1 કરોડને પાર થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ ZEE NEWSએ ઈતિહાસ રચી દીધો છે. નાગરિકતા કાયદાના સમર્થનમાં જે MISSED CALL અભિયાન શરૂ થયું હતું, તે મિસ્ડ કોલની સંખ્યા હવે 1 કરોડને પાર થઈ ગઈ છે. તમે અંદાજ લગાવો 1 કરોડથી વધુ મિસ્ડ કોલ, અને સૌથી મોટી વાત છે કે દેશના અલગ-અલગ ખુણેથી મિસ્ડકોલ આવી રહ્યાં છે. આ સિવાય વિદેશોમાંથી પણ ઝી ન્યૂઝને કોલ આવ્યા છે. આ વાતથી સ્પષ્ટ છે કે દેશ નાગરિકતા કાયદાના સમર્થનમાં છે અને તેણે ZEE NEWSના મંચના માધ્યમથી પોતાની વાત પહોંચાડી છે. આ અવાજ કહી રહ્યો છે કે ન્યૂઝ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી મોટું ડિજિટલ આંદોલન અને સૌથી મોટા સર્વેએ દેશનું દેશહિતના મુદ્દા પર દિલ ખોલીને સમર્થન કર્યું અને પોતાનો અવાજ મજબૂત કર્યો અને જણાવ્યું કે, સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી.
નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act- CAA) પર ઝી ન્યૂઝના નાગરિકતા અભિયાનને દેશભરમાંથી વિશાળ સમર્થન મળ્યું છે. અમને દરેક મિનિટ 7834998998, 7836800500 પર 147 કોલ આવી રહ્યાં છે. દર કલાકે 1 લાખથી વધુ મિસ્ડ કોલના માધ્યમથી નાગરિકતા કાયદાનું સમર્થન થઈ રહ્યું છે. અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોએ MISSED CALLના માધ્યમથી CAAનું સમર્થન કર્યું છે.
તમને જણાવી દઈએ કે આ કાયદાના સમર્થનમાં દેશભરમાંથી અવાજ ઉઠી રહ્યો છે. આજે મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં CAAના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી હતી. આ સિવાય જેમ-જેમ લોકોને આ કાયદાને લઈને જાગરૂતતા આવી રહી છે લોકો તેના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. ગત રવિવારથી દેશના ઘણા રાજ્યોમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં શાંતિપૂર્ણ રીતે રેલીઓ કાઢવામાં આવી રહી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube