Waqf Board Property: વકફ બોર્ડ કાયદામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પછી સંસદમાં ઉગ્ર ચર્ચા દરમિયાન દેશના લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે વક્ફ બોર્ડ અસંખ્ય સંપત્તિનું માલિક છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ભારતના વક્ફ બોર્ડ પાસે વિશ્વના અન્ય દેશોના વક્ફ બોર્ડ કરતાં અનેક ગણી વધુ સંપત્તિ અને સત્તા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે, ડિફેન્સ અને કેથોલિક ચર્ચ બાદ વક્ફની સૌથી વધુ સંપત્તિ
દેશમાં વર્તમાન વક્ફ બોર્ડ એક્ટની વિવાદિત જોગવાઈઓ પ્રમાણે એકવાર જ્યારે કોઈ જમીન વક્ફ બોર્ડની પાસે જતી રહે છે તો તેને બદલી શકાય નહીં. દેશભરમાં ઉપસ્થિત સુન્ની વક્ફ બોર્ડ અને શિયા વક્ફ બોર્ડ બંનેની કુલ સંપત્તિ વિશે જાણી દરેક વ્યક્તિ વિચારમાં પડી શકે છે. તેમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. એક આંકડા પ્રમાણે દેશમાં રેલવે, ડિફેન્સ અને કેથોલિક ચર્ચ બાદ વધુ જમીન વક્ફ બોર્ડની પાસે છે.


સ્ક્વેર કિમીમાં જુઓ તો વક્ફ બોર્ડની પાસે 45 દેશોથી વધુ જમીન
રિપોર્ટ પ્રમાણે દેશમાં વક્ફ બોર્ડની પાસે 3804 વર્ગ કિલોમીટરની સંપત્તિ એટલે કે જમીન છે. તે દુનિયાના લગભગ 45 દેશોના ક્ષેત્રફળથી વધુ છે. ઉદાહરણ માટે સમોઆ 2803, મોરીશસ 2007, હોંગકોંગ 1114, બહરીન 787 અને સિંગાપુર માત્ર 735 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા છે. વક્ફ બોર્ડની જમીન તેનાથી ખુબ વધુ છે. 
 



2022માં કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રીએ રાજ્યસભામાં આપી હતી જાણકારી
વર્ષ 2022માં રાજ્યસભામાં તત્કાલીન કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એક લેખિત જવાબમાં વક્ફ બોર્ડની સંપત્તિઓની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં વક્ફની પાસે કુલ 7 લાખ 85 હજાર 934 સંપત્તિઓ છે. ઉત્તર પ્રદેશમાં વક્ફની પાસે સૌથી વધુ કુલ 2 લાખ 14 હજાર 707 સંપત્તિઓ છે. તેમાંથી 1 લાખ 99 હજાર 701 સુન્ની છે અને 15006 શિયા વક્ફની પાસે છે. ત્યારબાદ બંગાળમાં વક્ફની પાસે 80 હજાર 480 અને તમિલનાડુમાં 60 હજાર 223 સંપત્તિઓ છે. 


 


1995 અને 2023માં સરકારે વક્ફ બોર્ડને આપ્યા અનેક અધિકાર
સૌથી પહેલા વર્ષ 1995માં કેન્દ્રની પીવી નરસિમ્હા રાવની સરકારે વક્ફ બોર્ડની શક્તિઓ વધારી હતી. તેમણે વક્ફ બોર્ડ એક્ટમાં ફેરફાર કર્યો અને જમીન અધિગ્રહણ કરવા માટે અસીમિત અધિકાર આપી દીધા. ત્યારબાદ વર્ષ 2013માં યુપીએ-2ના કાર્યકાળમાં વક્ફ બોર્ડની શક્તિઓ વધારી તેને કાયદાકીય રીતે અધિકાર આપવામાં આવ્યો કે તે મુસ્લિમ દાનના નામ પર સંપત્તિઓ પર દાવો કરી શકે છે. આવા કેટલાક વિવાદિત અને અસીમિત અધિકારોમાં ફેરફાર કરવાની વાત ચાલી રહી છે.