કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી બોલ્યા- સેનાને ચીનનો સામનો કરવા માટે પુરી છૂટ આપવામાં આવી
લદ્દાખમાં સીમા પર થયેલી હિંસક અથડામણની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે કહ્યું કે સેનાને ચીનનો સામનો કરવા માટે, ભારતની સીમાઓ અને પોતાના લોકોની રક્ષા કરવાની પુરી છૂટ આપવામાં આવી છે.
હૈદ્બાબાદ: લદ્દાખમાં સીમા પર થયેલી હિંસક અથડામણની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ શનિવારે કહ્યું કે સેનાને ચીનનો સામનો કરવા માટે, ભારતની સીમાઓ અને પોતાના લોકોની રક્ષા કરવાની પુરી છૂટ આપવામાં આવી છે.
લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં 19 અન્ય સૈનિકો સાથે શહીદ થયેલા કર્નલ બી સંતોષ બાબૂના ઘરે જઇને તેમના પરિવારને મળ્યા બાદ મંત્રીએ એ પણ કહ્યું કે દેશમાં ચીન વિરૂદ્ધ ગાઢ ભાવનાઓ છે અને જ્યાં સુધી સંભવ હોય શકે પોતાની મરજીથી ચીની વસ્તુઓનો બહિષ્કાર જરૂરી છે.
ભારતીય સૈનિકોએ બર્બરતાનો બદલી લીધો, ચીનના સૈનિકોની તોડી ગરદન: સૂત્ર
તેમણે સંવાદદાતાઓને કહ્યું કે આ સંબંધમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સર્વદળીય બેઠક બોલાવી ચૂક્યા છે અને તેનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે સંવાદદાતાઓને કહ્યું કે સ્થાનિક હાલતને જોતાં સરકારે ભારતીય સેનાને તેની પુરી છૂટ આપવામાં આવી છે કે તે ભારતની સીમાઓ અને પોતાના સૈનિકોની રક્ષા કરતાં જે રીતે ઇચ્છે તે રીતે ચીનનો સામનો કરી શકે છે.
મંત્રીએ કહ્યું કે સરકાર અને સેના પોતાના શહીદોના પરિવારને પુરો સાથ આપશે અને કર્નલ બાબૂના પરિવારને મળવાનો લક્ષ્ય તેમને આ સંદેશ આપવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube