Expensive Mango: દુનિયાની સૌથી મોંઘી કેરી, કિંમત સાંભળીને તમારા પગ નીચેથી સરકી જશે જમીન!
Expensive Mango: અનોખા સ્વાદ અને બનાવટના કારણે આ કેરી વિશ્વમાં સૌથી મોંઘી છે. તેને જાપાનમાં કેરીનો રાજા પણ કહેવામાં આવે છે. આવો જાણીએ આ કેરીની કિંમત કેટલી છે અને શું છે તેની ખાસિયત.
Most Expensive Mango: કેરી વિશ્વભરમાં લોકપ્રિય ફળોમાંનું એક છે. કેરીની સિઝનના કારણે લોકો ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે. કેરીનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. આખી દુનિયામાં કેરીની ઘણી જાતો છે, પરંતુ કેરીની એક એવી વેરાયટી છે, જેની કિંમત જાણીને તમને ચક્કર આવી જશે. કેરીની આ ખાસ જાતનું નામ છે 'મિયાઝાકી'. જણાવી દઈએ કે આ કેરી માત્ર જાપાનના 'મિયાઝાકી' પ્રાંતમાં જ જોવા મળે છે.
તેના અનોખા સ્વાદ અને બનાવટના કારણે આ કેરી વિશ્વમાં સૌથી મોંઘી છે. તેને જાપાનમાં કેરીનો રાજા પણ કહેવામાં આવે છે. આવો જાણીએ આ કેરીની કિંમત કેટલી છે અને શું છે તેની ખાસિયત.
આ પણ વાંચો:
બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે UAEમાં નિર્માણાધીન BAPS હિંદુ મંદિરની લીધી મુલાકાત
જાણો એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે
વસ્તી વધારવા ચીનનો નવો પેતરો! બાળકો પેદા કરવા મહિલાઓ માટે લાગુ કરાયો વિચિત્ર નિયમ
કિંમત રૂ. 2.70 લાખ
તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરીની કિંમત 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ કેરીનું વજન 350 ગ્રામથી વધુ હોય છે અને તેમાં લગભગ 15 ટકા સુગર હોય છે. આ કેરી દુનિયાભરમાં મળતી અન્ય કેરીઓથી ઘણી અલગ છે, જેના કારણે તે ખૂબ જ લોકપ્રિય છે. તે ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયામાં પણ લોકપ્રિય છે. કહેવાય છે કે આ કેરીનો રંગ રૂબી રંગ જેવો હોય છે. તેને એગ ઓફ ધ સન તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેરી 1980માં આવી હતી
મિયાઝાકી કેરીની ખેતી સૌપ્રથમ 1980માં કરવામાં આવી હતી. અહીંના ખેડૂતોએ અદ્યતન ખેતીની તકનીકોનો ઉપયોગ કરીને કેરીની એક અનોખી વેરાયટી બનાવી, જે હવે જાપાનમાં શ્રેષ્ઠ ગણાય છે. જાપાનમાં આ કેરી એપ્રિલ અને ઓગસ્ટ દરમિયાન ઉગાડવામાં આવે છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
આ કેરી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ કેરી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તેમાં બીટા કેરોટીન અને ફોલિક એસિડ હોય છે. આંખોની રોશની વધારવા માટે આ કેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો:
આટલા દિવસે પાણીની બોટલ સાફ નહીં કરો તો પડશો બીમાર, જાણો બોટલ સાફ કરવાની રીત
ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ
શું તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ડોક્યૂમેન્ટ ચેક કરવાનું ના ભૂલતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube