અમૃતસર: શહેરમાં શુક્રવારે સાંજે દશેરા સમારોહ દરમિયાન પૂરપાટ ઝટપે માંતેલા સાંઢની જેમ ધસી આવેલી ટ્રેનની ચપેટમાં આવી ગયેલા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો હતાં જે કામકાજે ત્યાં રહેતા હતાં. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. આ અકસ્માતમાં અત્યાર સુધી 59થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાંથી અધિકારીઓએ 39 લોકોના મૃતદેહોની ઓળખ કરી લીધી છે. જિલ્લા પ્રશાસનમાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારના મોટાભાગના પ્રવાસી કામદારો દુર્ઘટનાસ્થળથી થોડા જ અંતર એક ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા હતાં અને નજીકના વિસ્તારમાં રહેતા હતાં. તેમણે કહ્યું કે શુક્રવારે સાંજે દશેરા સમારોહમાં આ બે રાજ્યોના વસાહતી લોકો સારી એવી સંખ્યામાં ભેગા થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અધિકારીએ કહ્યું કે પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ અકસ્માતમાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી કામદારો હતો. પોતાની આજીવિકાના માટે થઈને ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા હતાં. અધિકારીએ જો કે મૃતકો અંગે વિસ્તૃત વિવરણ આપ્યું નહતું કારણ કે હજુ 20 મૃતદેહોની ઓળખ બાકી છે. 


અકસ્માતમાં ઘાયલ થયેલા ઉત્તર પ્રદેશના હરદોઈના રહીશ 40 વર્ષના મજૂર જગુનંદને કહ્યું કે તે રેલના પાટા નજીક નહતો ઊભો પરંતુ રાવણના પૂતળનું દહન થતા તે પાછળ હટી ગયો હતો કારણ કે લોકોએ મુખ્ય સ્ટેજ તરફ ભાગવાનું શરૂ કરી દીધુ હતું. ચાર બાળકોના પિતા જગુનંદનને તેનો એક સંબંધી હોસ્પિટલ લઈને આવ્યો. 



અન્ય એક અધિકારીએ જણાવ્યું કે જિલ્લા પ્રશાસન મૃતકોના પરિવારના સભ્યોને તમામ જરૂરી મદદ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. સવારથી મોટી સંખ્યામાં લોકો તે પાટા પર બેઠા હતાં જ્યાં દુર્ઘટના ઘટી હતી. આ જ કારણે આ રેલ લાઈન પર ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. અકસ્માતથી નારાજ લોકોએ રાજ્ય સરકાર વિરુદ્ધ નારાબાજી કરીને આરોપ લગાવ્યો કે દશેરાના કાર્યક્રમને ધ્યાનમાં લઈને પૂરતી વ્યવસ્થા કે સુરક્ષા કરાઈ નહતી. પંજાબ સરકારે આ અકસ્માતના કારણોની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યાં છે.