નવી દિલ્હી : મોટા ભાગની રાજનીતિક પાર્ટીઓએ શનિવારે કાયદા પંચને કહ્યું કે, તેઓ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાનાં પ્રસ્તાવનો વિરોધ કરશે. વિરોધી પાર્ટિઓએ તેની સાથે જ કહ્યું કે, તેઓ સંવિધાનની વિરુદ્ધ છે અને આ ક્ષેત્રીય હિતોને નબળા પાડી દેશે. તૃણમુલ કોંગ્રેસ, માકપા, આઇયૂએમએલએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભાજપનાં નજીકનાં માનવામાં આવતા અન્ના દ્રમુક અને ભાજપની સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટીએ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. જો કે અન્ના દ્રમુકે કહ્યું કે, 2019માં એક સાથે ચૂંટણી કરાવવાનો વિરોધ કરશે પરંતુ જો આ મુદ્દા પર સંમતી સધાઇ તો તેઓ 2024માં એક સાથે ચૂંટણી કરાવવા અંગે વિચાર કરાવી શકે છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળે પ્રસ્તાવનું સમર્થન કર્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૃણમુલ કોંગ્રેસે વ્યક્ત કર્યો વિરોધ
કાયદા પંચની સાથે આ અંગે દેશના માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઓની બે દિવસીય બેઠક આયોજીત કરવામાં આવી. તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, સંવિધાને પાયાના ઢાંચાને બદલી શકાય નહી. અમે એક સાથે ચૂંટણી કરાવવાનાં વિચારની વિરુદ્ધ છીએ કારણ કે તે સંવિધાનની વિરુદ્ધ છે. એવું ન કરવામાં આવવું જોઇએ.

તેમણે કહ્યું કે, માની લો કે 2019માં કેન્દ્ર અને તમામ રાજ્યોમાં એક સાથે ચૂંટણી યોજાય છે. જો કેન્દ્રમાં એક ગઠબંધનની સરકાર બને છે તો તે ઘણુ બધુ ગુમાવશે તો કેન્દ્રની સાથે - સાથે તમામ રાજ્યોમાં ફરીથી ચૂંટણી કરાવવી પડશે. બનર્જીએ કહ્યું કે, તે અવ્યવહારી, અસંભવ અને સંવિધાનની પ્રતિકૂળ છે. લોકશાહી અને સરકારોને પ્રાથમિકતા આપવામાં આવી જોઇએ. આર્થિક મુદ્દો ઓછો મહત્વનો છે, પહેલી પ્રાથમિકતા સંવિધાન અને લોકશાહીની છે. સંવિધાનને યથાવત્ત રાખવામાં આવવું જોઇએ. 
અન્નાદ્રમુકે નેતા એમ થંબીદુરઇએ કહ્યું કે, 2019માં એખ સાથે ચૂંટણી થાય તે શક્ય નથી. ગુજરાત, પંજાબ, હિમાચલ, તમિલનાડુ અને અન્ય રાજ્યએ પાંચ વર્ષ માટે સરકારને મત્ત આપ્યો છે. તેમને પોતાનો કાર્યકાળ પુરો કરવા દેવામાં આવવો જોઇએ.