નવી દિલ્હીઃ દુનિયાના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતમાં છે. તો દિલ્હી સતત ચોથા વર્ષે દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બનીને ઉભરી છે. QAIR ના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. દેશમાં પીએમ 2.5નું વાર્ષિક એવરેજ સ્તર 58.1 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પર પહોંચી ગયું છે. રાજધાની દિલ્હી બાદ ઢાકા (બાંગ્લાદેશ), એન જાનેમા (ચાડ), દુશાંબે (તાજિકિસ્તાન) અને મસ્કટ (ઓમાન) સૌથી પ્રદૂષિત રાજધાની છે. આ રિપોર્ટ સ્વિસ સંગઠન આઈક્યૂએયર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેને મંગળવારે વૈશ્વિક સ્તરે જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે 2021માં ભારતનું કોઈપણ શહેર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા નિર્ધારિત વાયુ ગુણવત્તા માપદંડ (પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પીએમ-2.5 એકાગ્રતા) પર ખરા ઉતરી શક્યા નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2021માં વૈશ્વિક સ્તર પર વાયુ ગુણવત્તાની સ્થિતિ જણાવનાર આ રિપોર્ટ 117 દેશોના 6478 શહેરોની આબોહવામાં પીએમ-2.5 સૂક્ષ્મ કણોની હાજરી સાથે જોડાયેલા ડેટા પર આધારિત છે. તેમાં સૌથી પ્રદૂષિત રાજદાનીઓની યાદીમાં ઢાકા (બાંગ્લાદેશ) બીજા, એન્ઝામિના (ચાડ) ત્રીજા, દુશાન્બે (તાજિકિસ્તાન) ચોથા અને મસ્કત (ઓમાન) પાંચમા ક્રમે છે. રિપોર્ટ અનુસાર 2021માં નવી દિલ્હીમાં પીએમ-2.5 સૂક્ષ્મ કણોના સ્તરમાં 14.6 ટકાનો વધારો થયો છે અને તે 2020માં 84 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ 2021માં 96.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનું ટેન્શન ખતમ, વાહન ચલાવવું થઈ જશે સસ્તું, નીતિન ગડકરીએ આપી ખુશખબર


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'દુનિયાના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતમાં છે. દેશમાં પીએમ-2.5 નું વાર્ષિક એવરેજ સ્તર 2021માં 58.1 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર પર પહોંચી ગયું, જેનાથી તેમાં ત્રણ વર્ષથી નોંધવામાં આવતો સુધાર થોભી ગયો.' રિપોર્ટ પ્રમાણે ભારતમાં પીએમ 2.5નું વાર્ષિક એવરેજ સ્તર 2019માં લૉકડાઉન પહેલાના સ્તર પર પહોંચી ગયું છે. ચિંતાની વાત છે કે 2021માં કોઈપણ ભારતીય શહેર પાંચ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરના ડબલ્યૂએચઓના માપદંડ પર ખરૂ ઉતર્યું નથી. 


રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું છે કે 48 ટકા શહેરોમાં પીએમ-2.5 કણોનું સ્તર 50 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ હતું, જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી માપદંડથી દસ ગણું છે. ગ્રીનપીસ ઈન્ડિયાના કેમ્પેન મેનેજર અવિનાશ ચંચલે ‘IQAIR’ ના નવા આંકડા પર ટિપ્પણી કરતા કહ્યુ કે આ રિપોર્ટ સરકારો અને કોર્પોરેશન માટે આંખ ખોલનારો છે. 


આ પણ વાંચોઃ મહેબૂબા મુફ્તીનો ભાજપ પર મોટો આરોપ, કહ્યું- આ લોકો દેશ તોડવા ઈચ્છે છે


તેમણે કહ્યું, તેનાથી એકવાર ફરી સાબિત થાય છે કે લોકો ખતરનાક રૂપથી પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે. વાહનોથી થનારા ઉત્સર્જન શહેરોની આબોહવામાં પીએમ-2.5 કણોની ભારે હાજરીના મુખ્ય કારણોમાંથી એક છે. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું કે 2021માં વૈશ્વિક સ્તર પર કોઈપણ દેશ  WHO ના માપદંડ પર ખરો ઉતર્યો નથી અને દુનિયાના માત્ર ત્રણ દેશોએ તેને પૂરા કર્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube