Honour killing: ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક 21 વર્ષીય મહિલાની તેના માતા-પિતા દ્વારા કથિત રીતે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં, મહિલાના પરિવારના સભ્યોને તેની પાસથી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળી હતી, જેના કારણે તેમને શંકા હતી કે તે કોઈની સાથે અફેરમાં છે. આ દંપતીએ તેમના બે સંબંધીઓની મદદથી મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ ન થાય તે માટે તેના શરીર પર એસિડ નાખ્યું અને પછી લાશને ફેંકી દીધી. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. ચારેયની ધરપકડ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં 1000 KG વિસ્ફોટક મળી આવતા હડકંપ મચી ગયો
આ મહિનાથી માર્કેટમાં મળતી થઈ જશે સર્વાઈકલ કેન્સરની રસી, જાણો કિંમત


3 ફેબ્રુઆરીના રોજ, ટેન શાહ અલમાબાદ ગામમાં રહેતા નરેશે તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી મંગળવારે ગામની બહાર કેનાલમાંથી તેની વિકૃત લાશ મળી આવી હતી. પોલીસ અધિક્ષક બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવે બુધવારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નરેશ અને તેની પત્ની શોભા દેવીએ 3 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરમાં જ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી.


એસપીએ જણાવ્યું કે ઓળખ છુપાવવા માટે તેણે મહિલાના શરીર પર બેટરી એસિડ રેડ્યું હતું. નરેશના બે ભાઈઓ ગુલાબ અને રમેશે પણ લાશ છુપાવવામાં તેની મદદ કરી હતી. નરેશે પોલીસને જણાવ્યું હતું કે તેની પુત્રી મોબાઈલ પર ઘણા છોકરાઓ સાથે વાત કરતી હતી. એસપીએ જણાવ્યુ કે, 'તેની પાસેથી કેટલીક પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ પણ મળી આવી હતી, જેના કારણે નરેશને શંકા હતી કે તેની દીકરીના કોઈ છોકરા સાથે સંબંધ છે અને તે આ વાતને લઈને ગુસ્સે હતો.'


આ પણ વાંચો:
એલોવેરા લાંબા વાળ માટે છે વરદાન, જાણો એલોવેરા લગાવવાની સાચી રીત
શું ઈન્ટરવ્યુમાં ખોટું બોલવું જોઈએ, આ 5 જુઠ્ઠાણાથી તમારી નોકરી થશે પાકી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube