Mother Buried Three Year Old Girl: બિહારના છપરાથી એંક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક માતાની મમતા લજવાઈ છે. છપરામાં માતા અને નાનીએ મળીને 3 વર્ષની એક માસૂમ બાળકીને કથિત રીતે જમીનમાં દાટી દીધી અને પછી બચવા માટે પુરાવા પણ નષ્ટ કરવાની કોશિશ કરી. આરોપ છે કે જમીનમાં દાટી દેતા પહેલા બાળકીને ગળું દબાવીને મારી નાખવાની પણ કોશિશ કરી અને તેને મૃત સમજીને દાટી દીધી. પરંતુ કહે છે ને મારવા કરતા બચાવવાવાળો મહાન છે, 'જેને રામ રાખે તેને કોણ ચાખે'. ગળું દબાવીને જમીનમાં દાટી દીધી હોવા છતાં 3 વર્ષની માસૂમ બાળકીનો જીવ બચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ અત્યંત ડરામણી ઘટના છપરાના કોપામાં ઘટી. અહીં ત્રણ વર્ષની બાળકીને મારી નાખવાની દાનતથી ગળું દબાવીને જમીનમાં દાટી દેવામાં આવી. બાળકીએ જ્યારે બૂમો પાડી તો નિર્દયતાપૂર્વક તેના મોઢામાં માટી ઠૂસી દેવાઈ અને આ કરતૂત કોઈ પારકાએ નહીં પરંતુ તેની જ સગી માતા અને નાનીએ કરી. 


આરોપ મુજબ માતા અને નાનીએ બાળકીને કોપામાં મરહા નદી કિનારે કબ્રસ્તાનમાં દાટી દીધી. ત્યારબાદ ત્યાં લાકડીઓ વીણનારી મહિલાઓ પહોંચી તો તેમણે જોયું કે માટી હલી રહી છે. જમીનની અંદરથી કઈંક સિસકારા જેવો અવાજ આવે છે. પહેલા તો ડરી ગઈ અને ભૂત ભૂત કહીને બૂમો પાડવા લાગી ત્યારબાદ સ્થાનિક લોકો  ત્યાં પહોંચ્યા અને ખોદકામ કરવા લાગ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube