નવી દિલ્હી: નિર્ભયા (Nirbhaya Case) ના માતાએ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચારેય દોષિતોને ફાંસી આપવામાં થઈ રહેલા વિલંબ પર નિરાશા વ્યક્ત કરી છે. નિર્ભયાના માતા આશાદેવી (Ashadevi) એ કહ્યું કે જે લોકો 2012માં આ ઘટના બાદ મહિલા સુરક્ષાને લઈને નારા લગાવી રહ્યાં હતાં આજે તે જ લોકો તેમની પુત્રીના મોત સાથે રમત કરી રહ્યાં છે. નિર્ભયાના માતાએ પીએમ મોદીને અપીલ કરી છે કે તેઓ ચારેય દોષિતોને જેમ બને તેમ જલદી ફાંસીની સજા અપાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BREAKING NEWS: રાષ્ટ્રપતિએ નિર્ભયાના દોષિત મુકેશની દયા અરજી ફગાવી


નિર્ભયાના માતાએ કહ્યું કે હવે હું જરૂર કહેવા માંગીશ કે જ્યારે 2012માં ઘટના ઘટી તો આ જ લોકોએ હાથમાં તિરંગો લીધો, કાળી પટ્ટી બાંદી અને મહિલાઓની સુરક્ષા માટે ખુબ રેલીઓ કરી, ખુબ નારા લગાવ્યાં. પરંતુ આજે આ જ લોકો તે બાળકીના મોત સાથે રમત રમી રહ્યાં છે. કોઈ કહે છે કે તમે રોકી, કોઈ કહે છે કે અમને પોલીસ આપી દો, હું બે દિવસમાં કરી બતાવીશ.


પેરોલ પર બહાર આવેલો 'ડોક્ટર બોમ્બ' ગુમ, 50થી વધુ બોમ્બ ધડાકામાં હતી સંડોવણી


તેમણે કહ્યું કે હું હવે જરૂર કહેવા માંગીશ કે આ લોકો પોતાના ફાયદો માટે તેમની ફાંસી રોકી રહ્યાં છે અને અમને આ બધા વચ્ચે મોહરા બનાવ્યાં. આ બંને લોકો વચ્ચે હું પિસાઈ રહી છું. હું એમ કહેવા માંગુ છું...ખાસ કરીને વડાપ્રધાનજીને કે તમે 2014માં જ કહ્યું હતું કે અબ બહોત હુઆ નારી પર વાર, અબ કી બાર મોદી સરકાર.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...