રાંચીઃ બાળપણમાં પિતાનો સાથ છુટી ગયો, પરંતુ હવે મારી માતાને ગુમાવવા માંગતો નથી, આ કહેવું છે રાંચીની એક હોટલમાં કામ કરતા કિશોર દીપાંશુ કુમારનું. દીપાશું મૂળ રૂપથી બિહારના ગયા જિલ્લાનો રહેવાસી છે. તેના પિતાનું બાળપણમાં નિધન થઈ ગયું હતું. માતાએ મજૂરી કરીને તેને મોટો કર્યો. પરંતુ માતાની મુશ્કેલી દૂર કરવા માટે દીપાંશુ રાંચી આવી ગયો અને એક હોટલમાં કામ કરતો હતો. આ દરમિયાન તેની માતાનો પગ ભાંગી ગયાના સમાચાર મળ્યા. પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા કે માતાની સાવરાર કરાવી શકે. પૈસાના અભાવમાં તેના માતાની સારવાર રોકાઈ ગઈ, ત્યારે તેણે કિડની વેચીને પૈસા ભેગા કરવાનું વિચાર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિડની વેચવા માટે ગ્રાહક શોધવા હોસ્પિટલ પહોંચ્યો કિશોર
માતાને બચાવવા માટે દીપાંશુ હોસ્પિટલ-હોસ્પિટલ ફરીને પોતાની કિડની વેચવા માટે ગ્રાહક શોધવા લાગ્યો હતો. આ ક્રમમાં દીપાંશુ શહેરની એક પ્રસિદ્ધ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. દીપાંશુ હોસ્પિટલની આસપાસ લોકોની તપાસ કરી રહ્યો હતો કે કોને કિડનીની જરૂર છે. કિડની કેટલામાં વેચાશે, તે પૈસાથી માતાની સારવાર સંભવ થઈ શકે કે નહીં. 


કેપ્સ્યુલ કવર શેના બનેલા હોય છે? શરીરમાં જઈને આ કેપ્સ્યુલ કવરનું શું થાય છે? જાણો


દલાલના ચક્કરમાં પડવાની આશંકાને લઈને ટ્વીટ
આ વચ્ચે દીપાંશુની જરૂરીયાતનો કોઈ દલાલ ફાયદો ન ઉઠાવી લે અને તેની કિડની ન કાઢી લે તે માટે ડો. વિકાસે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પોલીસ વિભાગને ટેગ કર્યું. તો બાળકે પણ પોતાની મુશ્કેલીનો વીડિયો બનાવી લોકોને માહિતી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube