નવી દિલ્હી : નવા મોટર વ્હીકલ એક્ટના કારણે લોકોને ભારે દંડ ભરવા પડી રહ્યા છે. હાલમાં જ સામે આવેલા એક કિસ્સામાં એક ટ્રકનું 2 લાખ રૂપિયાનો મેમો આપ્યો હતો. જેના કારણે દંડના તમામ રેકોર્ડને ધરાશાયી કરી દીધા છે. કેસ દિલ્હીનો છે. જ્યાં રામ કિશન નામે ટ્રક ડ્રાઇવરને દંડ તરીકે 2 લાખ 5 સો રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી

ટ્રકનો દંડ બુધવારે રાત્રે કરવામાં આવ્યું. ગત રાત્રે દિલ્હીના મુકરબા ચોકથી ભલસ્વાની તરફ જતા સમયે હરિયાણા નંબરનાં તે ટ્રકને દંડ દિલ્હી પોલીસને કર્યું જેમાં રેતી ભરેલી હતી.  ત્યાર બાદ ઓવરલોડિંગનાં કારણે આ દંડ ભરવામાં આવ્યો. જેને ગુરૂવારે રોહિણી કોર્ટે જમા કરવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે.

મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો

ઓવરલોડિંગ માટે જે ટ્રકને દંડ થયો તેનો નંબર HR 69C7473 છે. ટ્રકના માલિકનું કહેવું છે કે તેમની ગાડીનું લોડિંગ 25 ટન પર પાસ છે. તેની ગાડીમાં 43 ટન રેતી હતી. તેની ગાડીમાં 18 ટન વધારે રેતી ભરેલી હોવાનું કહીને દંડ ફટકારવામાં આવ્યો. જો કે તેને એવી પણ ખબર નથી કે દંડ કઇ રીતે વધ્યો. સતત વધી રહેલા દંડ મુદ્દે ટ્રક માલિકનું કહેવું છે કે દંડ તરીકે આટલી મોટી રકમને વસુલવામાં તેમની સાથે અન્યાય છે.


2022 સુધીમાં બદલી જશે સંસદ ભવન, મોદી સરકારે પ્લાન પર શરૂ કર્યું કામ
PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર: સૈન્ય પ્રમુખ

રસ્તાઓ પર ટ્રાફીકના નિયમો ઘણી વખત જનતાનું વલણ ઉદાસીન થઇ રહ્યું છે. અત્યાર સુધી ટ્રાફીક દંડમાં ચુકવવામાં આવનારી રકમ પણ ખુબ જ રહી હતી. એટલા માટે દંડ પર પણ વધારે હોબાળો થઇ રહ્યો હતો. જો કે 2 લાખ જેવી મોટી રકમનો દંડ કોઇ પણ વ્યક્તિ માટે ભરવો સરળ નથી હોતો.

કુલભૂષણ જાધવ મુદ્દે ભારત ફરી ICJ માં જશે, વિદેશ મંત્રાલયનો આવો છે પ્લાન

1 સપ્ટેમ્બરે નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ સતત મોટી રકમના દંડ ફટકારવામાં આવી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી નિયમ તોડવા અંગે ટ્રાફીક પોલીસ ભારે દંડ ફટકારી રહી હોવાના સમાચારો આવી રહ્યા છે. આ અગાઉ દિલ્હી રાજસ્થાનનાં એક ટ્રકને ઓવરલોડિંગના કારણે 1 લાખ 41 હજાર 700 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. જો કે આ દંડ દિલ્હી પોલીસે નહી પરંતુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા ફટકારવામાં આવ્યો હતો.