નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 17 ઉમેદવારોની પાંચમી યાદી ગુરૂવારે જાહેર કરી. દિવાળીના દિવસે તેણે ચોથી યાદીમાં 29 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. પાંચમી યાદીની સાથે જ કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટેના પોતાનાં ઉમેદવારો જાહેર કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે છેલ્લી યાદીમાં સરતાજ સિંહને હોશંગાબાદ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. સરતાજ સિંહ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા છે. 


આ અગાઉ બીજી લિસ્ટમાં 16 અને પ્રથમ લિસ્ટમાં 155 ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ હતી. કુલ મળીને અત્યાર સુધી 213 બેઠકો પર ઉમેદવારોના નામનો નિર્ણય થઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે. કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે તેમના સાળા સંજય સિંહને વારાસિવની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યો છે.


મધ્યપ્રદેશ ચૂંટણીઃ ભાજપે 32 ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું, વિજયવર્ગીયના પુત્રને મળી ટિકિટ


કોંગ્રેસે મહેન્દ્ર સિંહ ચૌહાણને રાજ્યના મંત્રી વિશ્વાસ સારંગ સામે ભોપાલની નરેલા બેઠક પરથી ટિકિટ આપી છે. મહેન્દ્ર વર્ષ 2013માં વિદાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે સિહોરની બુધની બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા અને મોટા અંતરે પરાજય થયો હતો. 


કોંગ્રેસે રાજેન્દ્ર ભારતીને મધ્યપ્રદેશના જનસંપર્ક મંત્રી નરોત્તમ મિશ્રા સામે દતિયા જિલ્લાની બેઠક પરથી ઉતાર્યા છે. છેલ્લી ચૂંટણીમાં મિશ્રાએ તેમને હરાવી દીધા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં સબલગઢથી બૈજનાથ કુશવાહા, ગુના બેઠક પર ચંદ્ર પ્રકાશ આહિરવાર, સીધી બેઠક પર કમલેશ્વર પ્રસાદ દ્વિવેદી, દેવસરથી રામભજન સાકેત, આમલાથી મનોજ માલવી, બ્યાવરા બેઠક પરગોવર્ધન ડાંગી, અલીરાજપુર સીટ પર મુકેશ પટેલ અને પેટલાવદથી વેલસિંહ મેદાને ટિકિટ આપી છે. 


મધ્યપ્રદેશ ચૂંટણી ક્રાર્યક્રમ


  • જાહેરનામું: 2/11/2018

  • નામાંકન ભરવાની અંતિમ તારીખઃ 9/11/2018

  • નામાંકનની તપાસઃ 12/11/2018

  • નામાંકન પાછું ખેંચવાની અંતિમ તારીખઃ 14/11/2018

  • મતદાન તારીખઃ 28/11/2018