MP Chunav Live Update: મધ્ય પ્રદેશમાં આજે તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. શિવરાજસિંહ ચૌહાણ, કમલનાથ, નરોત્તમ મિશ્રા અને પ્રહલાદ પટેલ સહિત 2533 ઉમેદવારોના  ભાગ્યનો આજે ફેંસલો થશે. એમપીમાં એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ વખતે  કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા કોંગ્રેસ દિગ્ગજોનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. બીજી બાજુ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સાંસદોના રાજકીય ભવિષ્ય માટે પણ મહત્વની ચૂંટણી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન
મધ્ય પ્રદેશમાં તમામ 230 વિધાનસભા બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.  મધ્ય પ્રદેશમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. નક્સલ પ્રભાવિત બાલાઘાટમાં બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થઈ શકશે. મંદસૌરમાં મહિલા વોટર્સ માટે પિંક બૂથ બનાવવામાં આવ્યા છે. મહિલાઓ બૂથની કમાન સંભાળશે.


મધ્ય પ્રદેશની હોટ સીટો
મધ્ય પ્રદેશમાં બુદનીથી શિવરાજસિંહ ચૌહાણ, છિંદવાડાથી કમલનાથ, દિમનીથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, દતિયાથી નરોત્તમ મિશ્રા, નરસિંહપુરથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, સીધીથી રીતી પાઠક, ઈન્દોર-1થી કૈલાશ વિજયવર્ગીય, જબલપુર પશ્ચિમથી રાકેશ સિંહ, સતનાથી ગણેશ સિંહ, રાધૌવગઢથી જયવર્ધન સિંહ (દિગ્વિજયસિંહના પુત્ર) ચૂંટણી લડી રહ્યા છે. 


છત્તીસગઢની 70 બેઠકો માટે મતદાન
છત્તીસગઢમાં બીજા તબક્કામાં 22 જિલ્લાઓની કુલ 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મેદાનમાં 958 ઉમેદવારો છે. મતદાનનો સમય અનેક સીટો પર અલગ અલગ રહેશે. બિન્દ્રાનવાગઢ વિધાનસભા વિસ્તારના 9 મતદાન કેન્દ્રો પર મતદાન સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી થશે. આ સિવાય તમામ વિધાનસભા વિસ્તારોમાં મતદાન કેન્દ્રો માટે મતદાનનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે. 


છત્તીસગઢની હોટ સીટો
છત્તીસગઢમાં પાટણ વિધાનસભા બેઠકથી ભૂપેશ બઘેલ, અંબિકાપુર બેઠકથી ટીએસ સિંહ દેવ, લોરમી વિધાનસભા બેઠકથી અરુણ સાવ, જાંજગીર-ચાંપા બેઠકથી નારાયણ પ્રસાદ ચંદેલ, જ્યારે રાયપુર શહેર દક્ષિણ બેઠકથી બૃજમોહન અગ્રવાલ ચૂંટણી મેદાનમા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube