બાલઘાટ : મધ્યપ્રદેશના બાલઘાટ જિલ્લાની લાંજી વિધાનસભા સીટ સાથે ધારાસભ્ય અને મધ્ય પ્રદેશ વિધાનસભા ઉપાધ્યક્ષ હિના કાંવરેના કાફલાને રવિવારે મોડી રાત્રે દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. જેમાં તેમની સાથે રહેલા ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ઘટના તે સમયની છે, જ્યારે હિના કાંવરે પોતાના કાફલા સાથે બાલઘાટમાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લઇને પરત પોતાનાં ગૃહ ગ્રામ કિરનાપુર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપથી આવી રહેલ ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી દીધી, જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26/11નો કાવત્રાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લવાશે: સુત્ર

આ દુર્ઘટના અંગે એક સબ ઇન્સપેક્ટર, એક ઇન્સપેક્ટર, એક જવાન અને એક ખાનગી ડ્રાઇવરનાં ઘટના પર જ મોત થઇ ગયા, જ્યારે અન્ય બે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે. ઘટના રવિવારે અને સોમવારની દરમિયાન રાત્રે આશરે 12.30 વાગ્યાની હોવાનું જણાવાઇ રહ્યું છે. દુર્ઘટના પાછળ નક્સલવાદીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર હિના કાંવરે જળ બાલાઘાટના એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લઇને પોતાના ગૃહનગર પરત ફરી રહ્યા હતા ત્યારે બાલઘાટનથી 15 કિલોમીટર દુર ગોંદિયા રોડ પર સાલેટેકા ગામ નજીક સામેથી આવી રહેલ ટ્રકની ટક્ક બીજા વાહનો સાથે થઇ હતી. જેમાં  ડ્રાઇવર સહિત 3 પોલીસ કર્મચારીઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 


JNU નારેબાજી: 3વર્ષની તપાસ બાદ કનૈયા કુમાર સહિત 10 નામનો સમાવેશ

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ઉપાધ્યક્ષ હિના કાંવરેના પિતા લિખીરામ કાંવરે પણ દિગ્વજય સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. દિગ્વિજય સિંહની સરાકરમાં તેઓ પરિવહન મંત્રીનુ પદ સંભાળી રહ્યા હતા. જેની નક્સલવાદીઓએ તેમનાં ઘરમાં ઘુસીને હત્યા કરી દીધી હતી.