Interview: જે પાર્ટીનાં નેતા પોતે જ કંફ્યૂઝ છે, તે દેશ શું સંભાળશે: શિવરાજ
મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસબા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ચૂંટણી પહેલા પ્રદેશના મુખ્યમંત્રી સાથે ZEE NEWSની ખાસ મુલાકાત
નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપની વચ્ચે આરોપ- પ્રત્યારોપનો સમય ચાલી રહ્યો છે. ચૂંટણી પહેલા પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે ZEE NEWSનાં સંવાદદાતાઓએ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી.
સવાલ: તમે કયા મુદ્દાઓ મુદ્દે જનતા વચ્ચે જઇ રહ્યા છો ?
શિવરાજસિંહ : કોંગ્રેસે આ પ્રદેશને તબાહ કરી દીધો હતો. અમે બિમાર સ્ટેટને વિકાસશીલ સ્ટેટ બનાવ્યું. માર્ગ પર નામ અને ખાડા હતા, વિજળીનાં નામે અંધારૂ હતું. દરેક મોર્ચા પર ભાજપે જે કામ અભૂતપુર્વ અને ઐતિહાસિક છે. અમે વિકાસનાં નામે ચૂંટણી લડી રહ્યા હતા.
સવાલ : કોંગ્રેસ કહી રહી છે કે પ્રદેશની પરિસ્થિતી પર ગુસ્સો આવે છે? તે અંગે તમે શું કહેશો?
શિવરાજ : જનતાને નહી કોંગ્રેસને ગુસ્સો આવે છે, કારણ કે 15 વર્ષથી તેઓ સત્તાની બહાર છે. ગુસ્સો તેમને એટલા માટે આવે છે કારણ કે એક ખેડૂતનો પુત્ર સત્તા પર બેઠો છે.
શશિ થરૂરે વડાપ્રધાન પર ચાયવાલા કમેન્ટ કરી, તેનાં જવાબમાં શિવરાજ સિંહનું કહેવું છે કે, દેશના સંવિધાનના કારણે અમને આ અધિકાર મળ્યો. માત્ર ભૂતપુર્વ વડાપ્રધાન નેહરૂજીનાં કારણે એવું થયું તે કહેવું ખોટુ કહેવાશે. બીજી તરફ કોંગ્રેસની આરએસએસ પ્રતિબંધ કરવાની વાત પર મુખ્યમંત્રીનું કહેવું છે કે એવા લોકો છે જેમને દેશભક્તિ અને દેશપ્રેમથી ડર લાગે છે. આ લોકો સત્તા માટે કોઇ પણ લેબલ પર જઇ શકે છે. સંઘ, દેશ અને સમાજનાં માટે સમર્પિત લોકો સત્તા માટે કોઇ પણ લેવલ પર જઇ શકે છે. સંઘ, દેશ અને સમાજ માટે સમર્પિત લોકો તૈયાર કરે છે. અમે પણ સ્વયંસેવક રહ્યા છીએ. તેમની વિસાત શું છે. નેહરૂજીએ અને ઇંદિરાજીએ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો પરંતુ કંઇ પણ કરી શક્યા નહી. તેઓ હિંદુ વિરોધી પણ છે અને સંઘ વિરોધી પણ.
રામ અમારા રોમ રોમમાં વસેલા છે- શિવરાજસિંહ
રામ મંદિરના મુદ્દે બોલતા શિવરાજસિંહે કહ્યું કે, ભગવાન શ્રીરામ ચુંટણીના નહી, આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. રામ અમારા રોમ રોમમાં વસેલા છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે રામ મંદિર બને. કોંગ્રેસ વાળા આ વિષયને ભટકાવવા માંગે છે. તમામ લોકોની સંમતીથી તે કોર્ટનાં ચુકાદાથી રામ મંદિર બને તેવું સમગ્ર દેશ બને છે.
હું દિગ્વજિયનાં નિવેદનને મહત્વ નથી આપતો
દિગ્વિજય સિંહના આરોપો અંગે શિવરાજનું કહેવું છે કે जाको प्रभु लरोंन दुख देहि, वाको मति पहले हर लेहि. ખબર નહી જે વ્યક્તિ 10 વર્ષ સુધી મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી રહ્યો, ભગવાને તેની બુદ્ધી કઇ રીતે ભટકાવી દીધી અથવા પોતે ભટકી ગયા. જો કે હું તેમનાં નિવેદનને એટલા માટે મહત્વ નથી આપતો કારણ કે તે રોજ ઉડજુડિયા નિવેદનો આપ્યા કરે છે. તેમનાં નિવેદનને ન તો તેમની જ પાર્ટી મહત્વ આપે છે અને ન તો હું આપવા માંગુ છું.
રાહુલનાં નિવેદન પર શિવરાજનાં શાબ્દિક પ્રહાર
રાહુલજી અને તેમનો સમગ્ર પરિવાર ભ્રષ્ટાચારમાં ઘેરાયેલો છે. તેમનાં પરિવાર પર જે પ્રકારે ગંભીર આરોપ છે, તેને સમગ્ર દેશ જાણે છે. એટલા માટે તેઓ ખીજાઇને ભાજપ પર આરોપો લગાવી રહ્યા છે. તેઓ પરમેનેન્ટ કન્ફ્યુઝ છે, અમારા પર પણ આરોપ લગાવીને કહ્યું કે, ભુલ થઇ ગઇ હું કન્ફ્યુઝ થઇ ગયો હતો. હવે જે પાર્ટીનો નેતા જ કંફ્યુઝ હોય તે દેશનું શું ભલુ કરશે. સાચે જ તેઓ કન્ફ્યુઝ છે. આ ચૂંટણીમાં ભાજપ શાનદાર જીત પ્રાપ્ત કરશે. મોદી જી પર દેશની જનતાને શ્રદ્ધા અને વિશ્વાસ છે. એટલા માટે ગઠબંધન બને કે મહાગઠબંધન પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે.
મહારાજ અને શિવરાજ કોણ છે મજબુત
આ સવાલનાં જવાબમાં શિવરાજે કહ્યું કે, કોંગ્રેસની લીડરશીપ રાજા મહારાજા અને ઉદ્યોગપતિઓ પાસે છે જે પેરાશુટની જેમ દિલ્હીથી આવે છે. ચૂંટણીનાં દિવસોમાં રોકાતા હોય તો ખબર નહી બાકી તો તેઓ સવારે આવે અને સાંજની ફ્લાઇટમાં દિલ્હી પરત ફરી જાય. તેને જનતા, જનતાની સમસ્યા સાથે કોઇ લેવા દેવા નથી. તે માત્ર સત્તા માટે બેચેન છે એટલા માટે તેઓ વારંવાર અહીંના ચક્કર લગાવતા રહે છે.
કમલનાથ અંગેના સવાલમાં શિવરાજે કહ્યું કે, અમે સાથે સાથે છીએ. મારે કોંગ્રેસ પાર્ટીનું કોઇ જ વિશ્લેષણ નથી કરવું. મને તે ખબર છે કે જનતા અમારી સાથે છે. જનતા વિકાસ કરતી સરકાર ઇચ્છે છે. નહી કે ફરી એકવાર મધ્યપ્રદેશમાં જંગલ રાજ આવે.