ભોપાલ : મધ્યપ્રદેશમાં ગત્ત દિવસોમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. મુખ્યમંત્રી શિવરાજ ડ્યુટી દરમિયાન ઘાયલ થયેલા એક પોલીસ કર્મચારીનાં મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા. શહીદોને સન્માન આપવાની વાત બધા જ કરે છે, પરંતુ તે સમયે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા જ્યારે શિવરાજસિંહે પોતે આગળ વધીને શહીદ સહાયક ઉપ નિરીક્ષક (ASI) અમૃત લાલ ભિલાલાનાં શબને ખભો આપ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે રાજ્યની રાજધાની ભોપાલમાં ડીઆરપી લાઇન નેહરૂ નગરમાં શહીદ અમૃતલાલ ભિલાલાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. અમૃત લાલા ભિલાલા આશરે 10 દિવસ પહેલા જ ડ્યુટી દરમિયાન ઘાયલ થઇ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. શહીદ અમૃત લાલા ભિલાલાનાં શબને ખભો આપ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શહીદ પોલીસ કર્મચારીનાં પરિવારને એક કરોડ રૂપિયાનાં વળતરની જાહેરાત પણ કરી હતી. એટલું જ નહી મુખ્યમંત્રીએ શહીદ અમૃત લાલ ભિલાલાનાં સન્માનમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવશે તેની પણ જાહેરાત કરી હતી. 

પોલીસ કર્મચારી અમૃતલાલ ભિલાલાના અંતિમ સંસ્કાર માટે એક શ્રદ્ધાંજલી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે અમૃત લાલા ભિલાલાને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને પરિવારનાં કોઇ એક સભ્યને સરકારી નોકરી આપવા અંગે પણ વિચારણા કરવાની વાત કહી હતી. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યુ કે, ભિલાલા કર્તવ્યનું પાલન કરતા વીરગતિને પ્રાપ્ત થયા. તેમનાં પરિવારજનોની જવાબદારી અબ હવે આપણાની છે. તેમણે ભિલાલાની વિધવા પત્નીને પેંશન આપવાની જાહેરાત પણ કરી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતલાલ ભિલાલાને ડ્યુટી દરમિયાન એક ઝડપથી આવી રહેલી ગાડીએ ટક્કર મારી દીધી હતી અને તેને આશરે અડધો કીલોમીટર સુધી ઘસડ્યા હતા. 10 દિવસ સુધી તેમની સારવાર ચાલી,  જો કે તેમને બચાવી શકાયા નહોતા. શિવરાજસિંહે સાથે જ ભિલાલાને ટક્કર મારનાર વ્યક્તિને ઝડપવા માટેનું આશ્વાસન પણ આપ્યું હતું.