હવે મહારાજ અને શિવરાજ બંન્ને ભાજપમાં: પૂર્વ સીએમ ચૌહાણ
શિવરાજ સિંહે કહ્યું, `લગભગ 18 મહિના પહેલા 2018માં તેમણે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું હતું. પરંતુ કમલનાથની સરકારે મધ્યપ્રદેશને તબાહ અને બરબાદ કરી દીધું છે.
ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ભાજપમાં જોડાતા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, 'હું જ્યોતિરાદિત્ય સિંધિયાનું પાર્ટીમાં સ્વાગત કરુ છું, મને આશા છે કે પાર્ટીમાં તેમના આવ્યા બાદ પ્રદેશમાં પહેલાથી મજબૂત ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂતી મળશે.'
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'રાજમાતા વિજય રાજે સિંધિયાનું માર્ગદર્શન અમને સદાય મળતું રહ્યું છે. આજે તેમના પૌત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થયા છે. જ્યોતિરાદિત્ય યુવા અને ઉર્જાવાન નેતા છે. તે એવી પરંપરામાંથી આવે છે જેણે રાજનીતિને જનતાની સેવાનું માધ્યમ માન્યું છે.'
શિવરાજ સિંહે આગળ કહ્યું, 'લગભગ 18 મહિના પહેલા 2018માં તેમણે કોંગ્રેસ પાર્ટી માટે કામ કર્યું હતું. પરંતુ કમલનાથની સરકારે મધ્યપ્રદેશને તબાહ અને બરબાદ કરી દીધું છે. વચનો પાળ્યા નથી. વચનો તોડવામાં આવ્યા છે. કમલનાથ સરકારે ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બનાવ્યા છે. ભાજપની જનકલ્યાણકારી યોજનાઓને બંધ કરી છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube