AAP નેતા પર બગડ્યા ગૌતમ ગંભીર, કેજરીવાલની નીયત પર ઉઠાવ્યો સવાલ
દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) સાથે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન (Amanatullah Khan)એ તાહિર હુસૈનના પક્ષમાં એક ટ્વિટ કર્યું. તેના પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર ભડકી ઉઠ્યા અને તેમણે `આપ`ની નીયત પર સવાલ ઉભા કરી દીધા.
નવી દિલ્હી: દિલ્હી હિંસા (Delhi Violence) મામલે આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) સાથે પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન (Amanatullah Khan)એ તાહિર હુસૈનના પક્ષમાં એક ટ્વિટ કર્યું. તેના પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર ભડકી ઉઠ્યા અને તેમણે 'આપ'ની નીયત પર સવાલ ઉભા કરી દીધા.
અમાનતુલ્લાહ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ વડે લખ્યું 'આજે તાહિર હુસૈન ફક્ત આ વાતની સજા કાપી રહ્યા છે કે તે એક મુસ્લિમ છે. કદાચ આજે હિંદુસ્તાનમાં સૌથી મોટો ગુનો મુસ્લિમ હોવું છે. એ પણ થઇ શકે છે આગામી સમયમાં એ સાબિત કરી દીધું કે દિલ્હીની હિંસા તાહિર હુસૈને કરાવી છે.'
આ ટ્વિટના જવાબમાં ગૌતમ ગંભીરે ટ્વિટ કરી કહ્યું 'સુંદરકાંડનો પાઠ કરાવવા ગયા અને કંઇ સુંદર ના રહ્યું સુનિયોજિત કાંડ જરૂર થયો! તેમણે સીએમ અરવિંદ કેજરીવાલને ટેગ કરતાં લખ્યું કે 'દેશની રક્ષા કરનાર અંકિત શર્મા પર 400 પ્રહાર થયા જેનો આરોપ તાહિર પર છે! અને પોતાની જુબાન વડે દેશના ભાગલા અને ધર્મ પર વર કરવાનું કામ તમારા ધારાસભ્ય કરી રહ્યા છે. પ્રશ્ન નિયત પર છે!'
તમને જણાવી દઇએ કે નોર્થ-ઇસ્ટ દિલ્હી હિંસાના કેસમાં આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) સાથે પૂછપરછ ચાલુ છે. શનિવારે ક્રાઇમ બ્રાંચની SIT ની પૂછપરછ દરમિયાન તાહિર હુસૈન રડવા લાગ્યા. મળતી માહિતી અનુસાર તાહિર હુસૈન હજુ પણ તપાસમાં યોગ્ય રીતે સહયોગ કરી રહ્યા નથી. પોલીસ તાહિર હુસૈનને શનિવારે સવારે ચાંદ બાગ લઇને ગઇ હતી, જ્યાં તેના ઘરેથી પિસ્તોલ મળી હતી. પોલીસે તાહિર હુસૈન સાથે પૂછપરછમાં ખુલાસા બાદ જ તહિરના પડોશી પિતા-પુત્ર લિયાકત અને રિયાસતની ધરપકડ કરી.
રિયાસત કપડાના ઇલાસ્ટિકનું કામ કરે છે. તે દિવસે હિંસામાં સામેલ હતો. તેને શરણ આપતાં તાહિરની ફેક્ટરીના મેનેજર તારિક રિઝવીની પણ ધરપકડ કરવામાં આવી. પોલીસે અત્યાર સુધી તારીક હુસૈનની પત્ની સાથે પણ પૂછપરછ કરશે, જે અત્યાર સુધી ઘર પર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube