ભોપાલ: મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટના કેસમાં રાજ્ય સરકારે પાયલટને 85 કરોડ રૂપિયાના બિલની નોટિસ પકડાવી દીધી છે. કોરોનાની બીજી લહેરના હાહાકાર વચ્ચે આ વિમાન કેટલીક દવાઓ અને ઈન્જેક્શન લઈને ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત ગ્રસ્ત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ મુજબ જે પાયલટ કેપ્ટન માજિદ અખ્તરને આ 85 કરોડનું  બિલ પકડાવવામાં આવ્યું છે તેને મહામારી સમયે પ્રશંસનીય કાર્ય બદલ કોરોના યોદ્ધા ગણાવવામાં આવ્યા હતા. 


આરોપ નક્કી થયા બાદ નિર્ણય
વાત જાણે એમ છે કે મધ્ય પ્રદેશ સરકારના રાજકીય વિમાન (બી-200જીટી/વીટી એમપીક્યૂ) ના દુર્ઘટનાગ્રસ્ત થવાના કેસમાં એમપી સરકારે વિમાનના પાયલટ કેપ્ટન માજિદ અખ્તર વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. તેમને અકસ્માત માટે દોષિત ઠેરવીને શાસને 85 કરોડ રૂપિયાની વસૂલીની નોટિસ પકડાવી છે. જવાબ આવ્યા બાદ શાસન હવે તેમની પાસેથી વસૂલી અંગે નિર્ણય લેશે. અકસ્માત બાદ DGCA એ પાયલટ માજિદ અખ્તરનું લાઈસન્સ ઓગસ્ટ 2021માં જ સસ્પેન્ડ કરી દીધુ હતું. 


મધરાતે બે રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે છેડાઈ ગઈ ટ્વિટર વોર, જાણો શું છે મામલો


નોટિસમાં લખી હતી આ વાત
આ નિર્ણય અગાઉ પાયલટને અપાયેલી નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ વિમાનના રિપેરિંગ પર અત્યાર સુધીમાં 23 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. આ રીતે સરકારને 85 કરોડનું નુકસાન થયું છે. કેપ્ટન માજિદને જારી આરોપ પત્રમાં કહેવાયું હતું કે આ બેદરકારીના કારણે થઈ રહેલા નુકસાનની ભરપાઈ તમારી પાસેથી કેમ ન કરવામાં આવે?


પાયલટની સ્પષ્ટતા
85 કરોડ રૂપિયાનું બિલ મળતા પાયલટે આરોપ લગાવ્યો કે તેને એરપોર્ટ પર લાગેલા બેરિયર અંગે સૂચિત કરવામાં નહતું આવ્યું. જેના કારણે આ દુર્ઘટના ઘટી. મીડિયા સાથે વાત કરતા પાયલટે તે વિમાનના સંચાલન પહેલા વીમો નહીં હોવાની તપાસની માગણી કરી છે. કેપ્ટન માજિદ અખ્તરે કહ્યું કે વીમો ન હોવા છતાં તે પહેલા તેમને ઉડવાની મંજૂરી આખરે કેવી રીતે અપાઈ.


Corona Update: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો, પણ મૃત્યુનો આંકડો વધ્યો


શું હતો મામલો?
અત્રે જણાવવાનું કે એમપી સરકારનું આ વિમાન કોરોના સંક્રમિતોની સારવાર માટે ગુજરાતથી રેમડેસિવિર ઈન્જેક્શન સહિત દવાઓના લગભગ 71 બોક્સ લઈને 7 મે 2021ના રોજ પાછુ ફરી રહ્યું હતું. ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો. વિમાન લેન્ડિંગના સમયે રનવેથી લગભગ ત્રણસો ફૂટ પહેલા લાગેલા અરેસ્ટર બેરિયરથી તે ટકરાયું હતું. જેના કારણે વિમાનની કોકપિટનો આગળનો ભાગ, પ્રાપલર બ્લેડ ક્ષતિગ્રસ્ત થયા હતા. જેના સુધારની કોઈ શક્યતા રહી નહતી.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube