ઇંદોર: વરિષ્ઠ પત્રકાર કલ્પેશ યાગ્નીકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને તેમને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાના આરોપમાં તેમની એક પુર્વ સહકર્મકારી વિરુદ્ધ શુક્રવારે ફરિયાદ દાખલ કરી લીધો હતો. યાગ્નિક એક અગ્રણી હિન્દી સમાચારપત્ર દૈનિક ભાસ્કર જુથના સંપાદક હતા. તેમણે આ અખબારની શહેરની ઇન્દોરમાં આવેલી એબી રોડ ખાતે આવેલી ત્રણ માળની ઇમારતના છાપરા પરથી 12 જુલાઇની રાત્રે છલાંગ લગાવીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડિશન પોલીસ અધીક્ષક (એએસપી) શૈલેન્દ્ર સિંહ ચૌહાણ દ્વારા પુછવામાં આવ્યું હોવાની પૃષ્ટી કરી કે યાગ્નિક પરિવારના નિવેદન અને આ મુદ્દે પ્રાથમિક તપાસના આધારે એક મહિલા પત્રકાર વિરુદ્ધ શહેરના એમઆઇજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કલમ 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા) અને અન્ય સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. ચૌહાણે જણાવ્યું કે, આ મહિલા પત્રકાર પહેલા યાગ્નિકના અખબારમાં જ કામ કરતી હતી. જો કે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા બાદ તેઓ યાગ્નિકને માનસિક રીતે પરેશાન કરતી હતી. જેના કારણે યાગ્નિક તણાવમાં હતા. મહિલા પત્રકારની હાલ ધરપકડ કરી લેવાઇ છે. આ મુદ્દે હાલ વિસ્તૃત તપાસ ચલાવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, યાગ્નિકે પોતાના મોતના થોડા દિવસો પહેલા ઇન્દોર રેંજના એડિશનલ પોલીસ મહાનિર્દેશક (એડીજી) અજય કુમાર શર્માને મળીને તેને આપવિતિ કહી સંભળાવી હતી કે મહિલા પત્રકાર તેમને કથિત રીતે ધમકાવી રહ્યા છે. શર્મા આ વાતની પહેલા જ તસદી કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન યાગ્નિકે તેમને જણાવ્યું કે મહિલા પત્રકાર તેમને ધમકી આપી રહી છે કે જો તેમણે આ અખબારની નોકરી પર ફરીથી નહી રાખવામાં આવે તો તે તેમને ખોટા કેસમા ફસાવીને બદનામ કરશે. 

એડીજીના અનુસાર મુલાકાત દરમિયાન યાગ્નિકે તેમને અપીલ કરી હતી કે  જો મહિલા પત્રકાર પોલીસને તેમની વિરુદ્ધ કોઇ ફરિયાદ કરે છે તો તે અંગે ફરિયાદ અંગે કોઇ પ્રકારના કાયદેસરના પગલા ઉઠાવતા પહેલા એકવાર તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે. શર્માએ કહ્યું કે, યાગ્નિકે પોતાની આ અપીલ મુદ્દે જો કે ઔપચારિક આવેદનપત્ર પણ સોંપ્યો હતો. જો કે ત્યારે તેમણે સંબોધિત મહિલા પત્રકારની વિરુદ્ધ કોઇ કાયદેસરની કાર્યવાહીની માંગ પોલીસે નહોતી કરી.