ભોપાલ : મધ્યપ્રદેશમાં હાલમાં જ સત્તામાં આવેલી કોંગ્રેસ સરકારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની તસ્વીરવાળા 18 કરોડ રૂપિયાનાં સ્માર્ટ કાર્ડને રદ્દ કરી દીધા છે. ત્યાર બાદ હવે રાજ્ય સરકાર નવા કાર્ડ બહાર પાડશે. તેમાં કોઇ પણ નેતા-મંત્રીની તસ્વીર નહી હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમની તસ્વીરવાળા આ સ્માર્ટ કાર્ડ 2 મહિના પહેલા જ ઇશ્યુ કરવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે 18 કરોડ રૂપિયા હતી, જો કે કમલનાથ સરકારે તત્કાલ પ્રભાવથી જુના કાર્ડોને નિરસ્ત કરતા નવા કાર્ડ છપાવવાનાં નિર્દેશો આપ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુન 2018માં ઇશ્યું કરવામાં આવ્યા હતા કાર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની પૂર્વ ભારતીય જનતા પાર્ટીની સરકારે જુન 2018માં મુખ્યમંત્રી જનકલ્યાણ સંબલ યોજના ચાલુ કરી હતી. જેના હેઠળ શ્રમ વિભાગે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં કામકાજી અને અસંગઠિત મજુરોનું રજીસ્ટ્રેશન કર્યું હતું. ત્યાર બાદ જે મજુરોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. તેમને આ કાર્ડ જનપદ પંચાયતનાં માધ્યમથી જુલાઇમા વહેંચવામાં આવ્યા હતા. આ કાર્ડોને છપાવવા અંગે સરકારે આશરે 18 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. 

દરેક કાર્ડ પર 10 રૂપિયાનો ખર્ચ
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રત્યેક મજુરનાં કાર્ડ પર 10 રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. બીજી તરફ 6 ઓક્ટોબરથી આચાર સંહિતા લાગ્યા બાદ કાર્ડ વહેંચવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો, ત્યાર બાદ અનેક કાર્ડ વહેંચી શકાયા નહોતા. ત્યાર બાદ હવે રાજ્યની કોંગ્રેસ સરકારે પૂર્વ મુખ્યમંત્રીની તસ્વીર હોવાનાં કારણે તેને રદ્દ કરી દીધા. જેના કારણે આ કાર્ડ હવે બેકાર થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારનાં અનુસાર મજુરોને હવે નવા કાર્ડ આપવામાં આવશે, જેમાં કોઇની પણ તસ્વીર નહી હોય. 

નવા કાર્ડનો લોગો પણ બદલી જશે.
શ્રમ વિભાગનાં મુખ્ય સચિવ સંજય દુબેએ તમામ કલેક્ટર, જિલ્લા પંચાયત સીઇઓને સ્માર્ટ કાર્ડનાં વિતરણને પરત બોલાવવા માટે પત્ર લખ્યો છે અને ઝડપથી નવા કાર્ડ છપાવવાની વાત કરી છે. કમલનાથ સરકાર આ કાર્ડનો લોગો પણ બદલશે અને કાર્ડ પર કોંગ્રેસ સરકારનાં ચૂંટણી ઢંઢેરાનું વિવરણ હશે. બીજી તરફ કાર્ડમાં મજુરનું નામ, એડ્રેસ, નંબર, ઉંમર અને કાર્ડ કેટલો સમય સુધી ચાલશે તે અંગેની માહિતી પણ લખવામાં આવશે.