Mohan Delkar ની સ્યૂસાઈડ નોટ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો પોલીસે શું કહ્યું?
મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.
ઝી મીડિયા બ્યૂરો Mohan Delkar, MP suicide case, Mumbai Police,News updates: મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. મોહન ડેલકરે પોતાના ઓફિશિયલ લેટર પેડ પર સ્યૂસાઈડ નોટ લખી હતી અને આ સ્યૂસાઈડ નોટ 15 પાનાની હોવાનું કહેવાય છે. આ વાત મુંબઈ પોલીસે જણાવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે આગામી દિવસોમાં તેમના પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવશે.
અત્રે જણાવવાનું કે 22 ફેબ્રુઆરીના રોજ દાદરાનગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) નો મૃતદેહ દક્ષિણ મુંબઈની એક હોટલમાં છત પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ હોટલમાંથી મળી આવી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે એક ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ આ સ્યૂસાઈડ નોટ (Suicide note) ની પણ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ સ્યૂસાઈડ નોટ પરથી લાગે છે કે મોહન ડેલકર ઘણા દિવસોથી ખુબ પરેશાન હતા. તેમણે રાજનીતિક ઉપેક્ષાનો શિકાર હોવાનો પણ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. પોતાના સમર્થકો, પરિવારના લોકોની પણ માફી માંગવાની સાથે પોતાના આ પગલા માટે અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube