ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં લોકાયુક્તે રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)ના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડોમાં ટીમે શર્માના ઠેકાણાથી કરોડો રૂપિયાનની રોકડ અને ભારે માત્રામાં સોના-ચાંદી મળ્યા છે. સૂત્રો પ્રમાણે લોકાયુક્તની ટીમની તપાસ સિવાય ઈનકમ ટેક્સને એક ગાડીમાંથી 52 કિલો સોનું અને 10 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. આ સોનાની કિંમત 40 કરોડ 47 લાખ રૂપિયા જેટલી છે. આ ગાડી મેંડોરાના જંગલોમાં લાવારિસ મળી હતી. આ ગાડી પર ગ્વાલિયરનો રજીસ્ટ્રેશન નંબર છે. તેના માલિકનું નામ ચેતન ગૌર હોવાનું સામે આવ્યું છે. આ ગાડી મળ્યા બાદ હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે લોકાયુક્તની ટીમે 19 ડિસેમ્બરે સૌરભ શર્માના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ટીમને તેના ઘરેથી 1.15 કરોડ રૂપિયા રોકડ મળી. જ્યારે તેની ઓફિસમાંથી 1.70 કરોડ રૂપિયા રોકડા અને 50 લાખ રૂપિયાના ઘરેણા મળ્યા છે. સૌરભ શર્માની ચાર લક્ઝરી કાર પણ મળી. તેમાંથી એક ગાડીમાં 80 લાખ રૂપિયા રોકડા હતા. શર્માએ 12 વર્ષ નોકરી કરી હતી. આરોપ છે કે આ દરમિયાન તેણે ખૂબ દલાલી કરી. તેણે એક વર્ષ પહેલા વીઆરએસ લઈ રિયલ એસ્ટેટનું કામ શરૂ કર્યું હતું. આરોપ છે કે તેણે હવાલા પણ કર્યાં છે અને આ રીતે અઢળક સંપત્તિ બનાવી છે.


સામે આવી ચોંકાવનારી વાત
કહેવામાં આવી રહ્યું છે કે લોકાયુક્તની ટીમ 19 ડિસેમ્બરે સવારે 7 કલાકે સૌરભ શર્માના અરેરા કોલોની ઘર અને ઓફિસ પહોંચી હતી. સૂત્રો પ્રમાણે સૌરભ શર્માનું અસલી ઠેકાણું દુબઈ છે. લોકાયુક્તની ટીમ તે જાણકારી મેળવી રહી છે કે રિયલ એસ્ટેટનો કારોબાર શરૂ કર્યા બાદ શર્માએ કયા-કયા રૂપિયાની હેરાફેરી કરી, કયા-કયા હવાલા કર્યાં છે. ટીમ બધા દસ્તાવેજોની તપાસ કરી રહી છે.