સિંધિયા સમર્થક 22 ધારાસભ્યોનું રાજીનામું, કમલનાથ સરકારના 6 મંત્રી પણ સામેલ, વાંચો સંપૂર્ણ લિસ્ટ
અત્યાર સુધી કુલ 22 ધારાસભ્યો પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી ચુક્યા છે. તો એક ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે.
ભોપાલઃ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાં બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાં પડવા શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી 22 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામાં મોકલી આપ્યા છે. તો એક ધારાસભ્યએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
આ કોંગ્રેસના ધારાસભ્યોએ આપ્યા રાજીનામાં
અત્યાર સુધી કુલ 22 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. જેમાંથી 6 કમલનાથ સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. રાજીનામાં આપનારા ધારાસભ્યોમાં રઘુરાજ કંસાના, કમલેશ જાટવ, ભાંડેરથી રક્ષા સંત્રાવ, અશોક નગરથી જજપાલ સિંહ જજ્જી, શિવપુરીથી સુરેશ ધાકડ, ઓપી એર ભદૌરિયા, રણવીર જાટવ, ગિરરાજ દંડોતિયા, જસવંત જાટવ, હરદીપ ડંગ, મુન્ના લાલ ગોયલ, બ્રિજેન્દ્ર યાદવ, દત્તિગાંવથી રાજવર્ધન સિંહ, એંદલ સિંહ કંસાના, મનોજ ચૌધરી સામેલ છે.
થોડા દિવસ પહેલા બેંગલુરૂથી પરત ફરેલા બિસાહુલાલ સાહુએ પણ કોંગ્રેસનો સાથ થોડી દીધો છે અને ભાજપ સાથે જોડાઇ ગયા છે.
MP: સિંધિયા પરિવારને કારણે બીજીવાર સત્તા ગુમાવશે કોંગ્રેસ, જ્યોતિરાદિત્યના પુત્રએ કહ્યું- આવા નિર્ણય માટે હિંમત જોઈએ
રાજીનામું આપનારમાં 6 મંત્રી પણ સામેલ
રાજીનામાં આપનારમાં ઇમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, તુલસી સિલાવટ, મહેન્દ્ર સિંહ સિસોદિયા, પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ રાજપૂત પણ સામેલ છે. જે કમલનાથ સરકારમાં મંત્રી હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube